સંકલ્પ અને સમર્પણ

  • 364
  • 92

સંકલ્પ અને સમર્પણ જ્યાં સમર્પણની અણી પર સંકલ્પ મુકાય છે, ત્યાં વિધાતાના લેખ પણ બદલાય છે; માત્ર બે આહુતિમાં અગ્નિદેવને પ્રગટાવનાર વિક્રમાદિત્યના અડગ પુરુષાર્થ અને શ્રદ્ધાની આ એક અદ્ભુત ગાથા છે.      તપોવનની નિર્જન શાંતિ વચ્ચે વેદમંત્રોના અસ્પષ્ટ ગુંજારવ સાથે યજ્ઞવેદીમાંથી ધૂમાડાની પાતળી શેર આકાશ તરફ વળ વળતી ઊંચે ચડતી હતી. દર્ભાસન પર બેઠેલા એક કર્મનિષ્ઠ વિપ્રના વદન પર આશાના અજવાળાં નહોતાં, કિંતુ અસફળતા અને વિષાદની ઘેરી કાલિમા છવાયેલી હતી. દિન-પ્રતિદિન આહુતિઓ અપાતી રહી, ઘીની ધારાઓ હોમાતી રહી, પણ અગ્નિદેવતાના સાક્ષાત્કારનું એકાદ સ્મિત પણ સાંપડ્યું નહોતું. એમનું હૃદય થાકીને લોથપોથ થઈ ગયું હતું; જાણે સંસારમાં સૌથી આકરું દુઃખ જ