કાંટો કાઢ્યો 1

  • 294
  • 102

કાંટો કાઢ્યો 1     "માલુ તે ક્યારેય સુરસિંગની ગાને જોઈ છે" નથુએ હથેળીમા તમાકુ સાથે ચુનો મસળતા પોતાની વહુ માલાને પૂછ્યુ. જવાબમાં માલાએ કીધુ."હા ભારે જબરી છે હો.અલમસ્ત સાક્ષાત કામધેનુ જ જોઈ લો.દાડે દસ બાર લિટર દૂધ તો આપતી જ હશે?" "અલી તું દૂધની ક્યાં કરે સો.એની ખાલ જો હાથ લાગી જાય ને તો બેડો પાર થઈ જાય હો." નથુની વાત સાંભળીને માલા ચોકી ગઈ."એલા સુ બોલેસો કાંઈ ભાન બાન સે કે નય?આપણે ચમાર ખરા ચામડા ચુથવાનુ આપણું કામે ય ખરું.પણ જીવતી ગાને મારીને એની ખાલ ઊતડીએ તો પાપ લાગે અને સાત જન્મે ય છુટકારો નો થાય." "પણ મેં ક્યાં એને મારવાની વાત કરી