: પ્રકરણ - 4 : અનન્યાએ સીધો જ મારા પર વાક પ્રહાર કર્યો હતો.. સાંભળીને હું અવાક થઈ ગયો હતો. મેં કદી સજાગપણે અનન્યા માટે આવો વિચાર મનમાં આણ્યો નહોતો. મેં જે કાંઈ જોયું હતું તેનું અજાણપણે મારાથી પુનરાવર્તન થઈ ગયું હતું. આને માટે તેમનો દ્વિરંગી વ્યવહાર જ નિમિત્ત બની ગયો હતો. મારા મામલામા તેઓ મારા શિક્ષક હતાં. તેમણે મને ખોટો પાઠ ભણાવ્યો હતો. મને અનન્યા પ્રત્યે અજીબો ગરીબ લગાવ થઈ ગયો હતો. હું તેને મળ્યા વગર તેની સાથે બોલ્યા વગર રહી શકતો નહોતો. એક દિવસ સવારથી જ મેં અનન્યાને જોઈ નહોતી. આ વાતે