છેલ્લે એ સમય આવી ગયો જ્યારે ભગવાને મને એ પાત્ર ભજવવાનું સૌભાગ્ય આપ્યું કે હું ખરેખર તે પાત્ર ભજવવા લાયક છું. તે છે એક પિતા. ખરેખર આ ઘણું મુશ્કેલ છે એક પતિથી પિતા બનવાની સફર.આખરે લગ્નના ત્રણ વર્ષ પછી તેમના ઘરમાં પારણું બંધાવવાનું છે. લોકો કેવળ તેમના ઘરમાં ખુશીનું માહોલ જુવે છે, પણ તે બંને અહીં સુધી પહોંચવામાં શું શું સહન કર્યું છે, તે કોઈ નથી જાણતું.આરવ અને અનસુયા ના લગ્ન અરેન્જ મેરેજથી થયા હતા. શરૂઆતની શરૂઆતમાં બધું જ બહુ સરસ અને સપના જેવું લાગતું હતું. પણ જેમ દરેક પતિ-પત્ની વચ્ચે થાય, તેમ સમય જ