કેટલાયના ચહેરા પર સ્મિત લાવનાર સ્મિતને સલામ!રિયલ લાઈફ હિરો..સ્મિતના પરિવાર વર્ષોથી મોરારીબાપુની રામકથા સાંભળે છે. મૂળ વઢવાણના આ ગુજરાતી પરિવારના સ્મિત મચ્છરે આજે પોતાના નામને સાર્થક કરતાં અનેક જિંદગીઓના ચહેરા પર સાચું સ્મિત લાવી દીધું છે.એક ગુજરાતી પાયલટ પોતાના જાનની પરવા કર્યા વિના ૧૭૪ લોકોની જિંદગી બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે અને આખી દુનિયા તેની હિંમતને સલામ કરે—આ ઘટના ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે.પરંતુ સવાલ એ છે કે એવું શું બન્યું હતું કે એક વિમાનમાં બેઠેલા ૧૭૪ લોકોની જિંદગી માત્ર થોડી જ મિનિટો માટે મૃત્યુ અને જીવન વચ્ચે ઝૂલવા લાગી હતી?અને એ ક્ષણે ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય પાયલટ કેપ્ટન