આગળના ભાગમાં આપણે દાદાશ્રી વિશે સંક્ષિપ્તમાં પરિચય મળવ્યો. એમને લોકો ‘દાદા ભગવાન’ કહીને કેમ બોલાવે છે, એ પણ આપણે જાણ્યું. પણ શું તમને ખબર છે કે, લાખો લોકોના જીવનને તાર્યા એવા જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું બાળપણ કેવું હતું? શું એમનું બાળપણ પણ આપણા જેવું જ હતું? શું આપણે જેવી તોફાન-મસ્તી આપણા બાળપણમાં કરી હતી, એવી જ તોફાન-મસ્તી એમણે પણ એમના બાળપણમાં કરી હતી? આવા મહાન પુરુષની બાળપણ જાણવાની ઉત્સુકતા દરેકના મનમાં સહેજે જન્મે છે.લોકોએ એમના બાળપણ વિશે એમને ઘણા પ્રશ્નો પૂછ્યા છે, તો સરળતાથી એમણે જવાબો પણ આપ્યા છે. આપનું જીવનચરિત્ર ટૂંકમાં કહો, તો કહ્યું કે મારું નામ અંબાલાલ મૂળજીભાઈ