કાંટો કાઢ્યો 4

  • 128

                            કાંટો કાઢ્યો 4વાહે ઉભેલા બે પોલીસ અરજણ સિંગ પાહે આવ્યા અને એમના કાનમા કંઈક ગુસપૂસ કરી.અને અરજણ સિંગ હંધુય સમજી ગયા. તરત એમણે પોલીસોને હુકમ દીધો કે આને અને ઓલાને બેવને થાણે લઈ લ્યો."પણ હુ લેવા?કર્યુ સે મેં ઈ તો કયો?"સુરસિંગે મોટા અવાજે પૂછ્યુ.તો કાશીને ય થોડી હિંમત આવી."તમે આમ વાંક ગુના વીના પોલીસ ટેશને નો લઈ જઈ હકો."અરજણ સિંગે ટાઢા કાળજે જવાબ દીધો."પેલા સાના માના હાલોને હવે.તમે કંઈ નય કર્યું હશે તો તમને તરત મૂકી દેહુ પસી તમ તમારે જે કરવુ હોય એ કરજો ને."ના છુટકે