: પ્રકરણ - 3 : તે છોકરો બીમાર હતો. તેને ફિટ આવતી હતી. જેની મને કોઈ જાણ નહોતી.. એક વાર મારા તે ત્રણ દોસ્તમાથી એકનો ધક્કો મને વાગતા હું ખુશાલ જોડે અથડાઈ ગયો હતો. અને તે પડી ગયો હતો. તેને મૂર્છા આવી ગઈ હતી. તે જોઈ હું બહું જ ગભરાઈ ગયો હતો. પણ મારા સારા નસીબે તે થોડી વારમાં ભાનમાં આવી ગયો હતો અને મારો થંભી ગયેલો શ્વાસ પાછો આવી ગયો હતો.. ત્યાર બાદ મારો અનન્યા જોડે વાતચીતનો દોર શરૂ થયો હતો. હું તેના ઘરે પણ જતો