કુત્રિમ બુદ્ધિમતા - 6

  • 180
  • 68

                       :  પ્રકરણ - 6 :          માંકવાથી પાછા ફર્યા બાદ મારા બધા જ ઘા રૂઝાઇ ગયા હતાં..બદલાયેલા વાતાવરણને કારણે હું મારી જાતને સલામત, સ્વસ્થ અનુભવી રહ્યો હતો. વેકેશન પણ પૂરું થઈ ગયું હતું.           હું સ્કૂલે જવા લાગ્યો હતો.. પરંતુ અતીતની યાદો મારો પીછો મૂકતી  નહોતી . હર પળ, હર ક્ષણ અનન્યા સાથે વીતેલી, તેણે કહેલી વાતો મારા કાનોમા દસ્તક દઇ રહી હતી. તેની આ વાત તો મને વીંછીની માફક ડસી રહી હતી..          " I am not your lover!, "           આ ટાણે મારી ભીતર કોઈ અજબ ગીત દસ્તક લઈ રહ્યું હતું.           કૌન કહેતા હૈ કે ચાહત પર