એક નિર્ણય

  • 170
  • 70

રીના એક નાનકડા ગામમાં રહેતી હતી. ઘરમાં માતા-પિતા અને એક નાનો ભાઈ હતો. પિતા ખેતી કરતા અને માતા ઘરનું કામ સંભાળતી. પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, છતાં રીનાના સપના ખૂબ મોટા હતા. તે ભણવામાં હોશિયાર હતી અને તેનું એક જ સપનું હતું—સરકારી નોકરી મેળવીને પોતાના પરિવારને સારી જિંદગી આપવી.પરંતુ લગ્ન પછી તેની જવાબદારીઓ વધી ગઈ હતી. સવારે વહેલા ઊઠીને ઘરનું કામ કરવું, રસોઈ બનાવવી, બધાની જરૂરિયાતો પૂરી કરવી અને પછી પોતાને મળતા થોડા સમયમાં ભણવું—આ બધું સરળ નહોતું.ઘણી વખત તે થાકી જતી.એક દિવસ રીના પોતાની બહેનપણી સાથે વાત કરતી હતી. બહેનપણીએ કહ્યું, “હવે આટલું બધું વિચારીને શું કરવાનું? જીવન