પોકરણગઢ એટલે હિંદવા પીર રામદેવજીપીરની રાજધાની.બાબારી,રામાધણી,નકળંગ,નવનેજાંધારી,કલ્કી અવતાર,વિષ્ણુ અવતાર તરીકે ખ્યાતનામ બાબા રામદેવજીએ જે જગ્યાએ જીવતાં સમાધિ લીધી તે સ્થળ એટલે રાજસ્થાન રાજ્યનું જેસલમેર શહેર નજીક બાડમેર જિલ્લાનું અતિ મહત્વ ધરાવતું ધાર્મિક તીર્થ એટલે રાજસ્થાની લોકબોલીમાં રણુંચા અથવા રામદેવરા,રણુંજા કહેવાય છે.ભાદરવા સુદ બીજના દિવસે એટલે ઇસ્વીસન વર્ષ ૧૩૫૨માં તેમનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના "ઉંડુ-કાશ્મીર" ગામે થયો હતો.આ દિવસને આપણે 'રામદેવ જયંતી' અથવા 'બાબરી બીજ' તરીકે ઉજવીએ છીએ.એમણે સમાધિ લીધી એ તીથિ વિક્રમ સંવત ૧૪૪૨,ભાદરવા સુદ અગિયારસના દિવસે ઇસ્વીસન વર્ષ ૧૩૮૫ માં તેમણે રાજસ્થાનના પોખરણ નજીક આવેલા રામદેવરા/રણુજા ખાતે જીવિત સમાધિ લીધી હતી.ત્યારે તેમની ઉમર માત્ર માત્ર ૩૩ વર્ષની હતી.તેમની પત્ની નેતલબા