આજે સવાર થી સોનાલીનાં મનમાં એક જ વિચાર આવતો હતો, કે મેધલ નાં આંસુ સામે નમી જઈને કયાંક તેણે તેના જીવન ની ભયંકર ભૂલ કરી હોય, સોનાલીને એવુ અંદર થી ઊંડાણ થી લાગી રહ્યુ હતું, તે ધરનાં કામ કરતી પણ તેનુ અંતર અંદર થી ચિરાતુ હતુ, એને અહીં પાછા આવવાના નિર્ણય પર અફસોસ થતો હતો, એણે ગઈકાલે મેધલ ની સાથે વાત કર્યા પછી અને મેઘલ ની આંખો માં અને અવાજ માં મક્કમતા અને માં -બાપ પ્રત્યે ના નફરત નાં ભાવ બહુ સ્પષ્ટ હતાં, એણે આટલા સમય માં જોયુ હતુ કે મેઘલ જેટલુ ખૂલી ને અને સ્પષ્ટતા થી વાત તેની સાથે