શંકાના વમળોની વચ્ચે - 31

  • 8

હજુ તો હનીમૂન નું તોફાન ઘરમાં માંડ શમ્યુ હતું, ત્યાં સોનાલીની સાસુ એ તેને કહયુ કે આજે અગિયારસ છે, તો બધા કાકીઓ નક્કી કર્યુ કે હવે થી બધા નાં ધરે વારાફરતી સત્સંગ દર અગિયારસે થશે, સોનાલીએ હા કહી પોતાના કામમાં ધ્યાન પરોવ્યુ, ચાર વાગતા ની સાથે તે તેનાં સાસુ ની સાથે સત્સંગ માં ગીતાકાકી ને ઘરે ગઈ, શરૂઆતમાં નવ વખત યમુનાષ્ક પછી, યમુનાજી ની સ્તુતિ, નવરત્નમ, ગિરિરાજધાર્યાષ્ટકમ્, યમુનાજીનાં 41 પદ, એક -બે ભજન, છેલ્લે આરતી અને સમાપન, અને પછી પ્રસાદ ખાતાં ખાતા શરૂ થયેલો સત્સંગ આજનો પહેલો સત્સંગ સોનાલીનાં ફોઈજી ની નિંદા -કુથલી થી શરૂ થયો હતો, સોનાલી શાંતિ થી