આવકારો

(11)
  • 9.4k
  • 1
  • 3.7k

પ્રિય વાચકજી, આ ‘આવકારો’ એક વાર્તાસંગ્રહ રૂપે છે. ‘આવકારો’ આપનાર હું છું યશવંત ઠક્કર. ‘અસર’ પછીનો આ મારો બીજો વાર્તાસંગ્રહ છે. હું જાણું છું કે, સારી વાર્તા રચવી એ સહેલું કામ નથી. પરંતુ, મેં ખરા મનથી વાર્તાઓ રચવાના પ્રયાસો કર્યા છે. વિવિધ સામયિકોમાં એ પ્રગટ પણ થઈ છે. ઘણા વાચકોને એ ગમી છે. તમને પણ ગમશે એવી ઉમીદ છે. વાર્તાઓ રચીને મેં તો આનંદ માણ્યો છે. એ આનંદ તમારા સુધી પહોંચે એવી હોંશ છે. તો આવો પધારો, આ રહી મારી વાર્તાઓ... -યશવંત ઠક્કર ‪#‎myebooks‬