THE JACKET CH.16

(49)
  • 3.5k
  • 5
  • 1.3k

“ ચાલો ભાઈ લીમડી... બસ વીસ મિનિટ ઊભી રહેશે આજુ બાજુ વાળાને કહીને નીચે ઉતરજો . ચા – પાણી નાસ્તો કરી લેજો . “ , કંડકટરે બૂમ પાડતા હોય એમ કહ્યું અને સફેદ રૂમાલ ખભા પર નાખી અને પાણીનો સીંદરીથી ગૂંથેલો સીસો લઈને તેઓ નીચે ઉતાર્યા . આ અમારી બીજી બસ હતી . પહેલી બસ તો ટેકનિકલ ખામીના કારણે ચાલી નહીં . સવારના સાડા ચાર વાગ્યાનો સમય ગુજરાત એસ ટી ના એ સુંદર મજાનાં લીમડી બસ સ્ટેશન ની એ ડિજિટલ વોચ બતાવી રહી હતી . ગરમા ગરમ ફાફડા ગાંઠીયા , ભજીયા અને સમોસાની સુગંધ કેન્ટીનમાંથી આવી રહી હતી . મારૂ નાક નસકોરાં ફુલાવી રહ્યું હતું.