સાચા પ્રેમમા કદી નફરત કે બેવફાઇને સ્થાન નથી

(35.8k)
  • 4.8k
  • 8
  • 1.6k

અત્યાર સુધીની ઘણી ગઝલ અને કવિતા લખી છે...મને યાદ નથી કે મારી એક પણ રચનામાં કદી મે નફરત કે બેવફાઇ શબ્દનો ઉપયોગ કર્યો હોય....? મોટે ભાગે ઉર્દુ ગઝલ અને અન્ય ભાષાની ગઝલોમાં બેવફાઇ કિસ્સાઓને સાંકળીને રચનાઓને ભરપૂર પ્રતિસાદ મળે છે..અને મોટે ભાગે ઉનકી બેવફાઇ કે કિસ્સેવાળી રચનાઓ ભરમાર જોવા મળે છે..એક લેખક કે એક કવિ તરીકે મારૂ ચોક્કસ માનવુ છે કે જેને તમે પ્રેમ કર્યો છે..કોઇ પણ કારણસર કે વિના કારણ તમારા પ્રિય પાત્ર સાથે સંબધો તુટે છે..ત્યારે મોટે ભાગે જો કોઇ સામાન્ય માણસ હોય જે કવિ નથી..જેને લખતા આવડતુ નથી.