કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક)

(79)
  • 20.3k
  • 40
  • 6.9k

કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક) વેશ્યા વિષે રાજા ભર્તુહરિ એ પોતાના શૃંગાર શતકમાં પોતાનો મત પ્રદર્શિત કર્યો છે. રાજા ભર્તુહરિ કહે છે, વેશ્યા સૌંદર્ય રૂપી ઇંધણમાંથી પ્રગટેલી કામ – અગ્નિની જ્વાળા છે. જેમાં પુરુષો યૌવન અને ધનને હોમે છે. • વેશ્યા • નાયક પ્રત્યે વેશ્યાનું વર્તન • વેશ્યા વડે ધન-નાશ • પૂર્વપરિચિત નાયકો વડે મિલન • લાભાલાભ • અર્થ, અનર્થ અને સંશયનો વિચાર વેશ્યા એ સમાજનું એક કલંક છે. તેમનું અસ્તિત્વ અતિ પ્રાચીન છે. વિશ્વના પ્રત્યેક ધર્મ અને સભ્ય સમાજમાં એ મળી આવે છે. પાશ્ચાત્ય દેશોમાં આ પ્રથા વધુ વિકસેલી છે. જ્યાં દેશો વધુ ધનિક અને સમૃદ્ધ છે ત્યાં આ વેશ્યાપ્રથા વધુ વિકસેલી છે. આપણા દેશના પ્રાચીન ગ્રંથો, પુરાણો અને અતીત કાળથી ભારતીય સમાજમાં વેશ્યાઓની વિદ્યમાનતા છે તેમ કહી જ શકાય. સમાજનું આ અંગ ઘણું ઘાતક છે. સાંસારિક જીવનને છિન્નભિન્ન કરી મુકે તેવી પ્રથા છે. સમાજમાં ભયંકર વ્યાધિઓ, વ્યભિચાર અને વાસનાની ગંધ ફેલાય છે. (Kama sutra)