Jagadguru-6

(11)
  • 3.6k
  • 4
  • 850

જગદ્ ગુરુ આદ્ય શંકરાચાર્યના જન્મથી માડીને જગતવિજય સુધીની આ કથાના મૂળમાં છે સનાતન ધર્મની સંસ્થાપના. બૌદ્ધ ધર્મના ઝંઝાવાત સામે એમણે સમગ્ર હિન્દુરાષ્ટ્રને એકતાંતણે બાંધ્યું અને ભગવાન બુદ્ધને હિન્દુ ધર્મના એક અવતાર તરીકે પ્રસ્થાપિત કર્યાં. દેશની ચારેય દિશામાં ચાર મઠની સ્થાપના કરી. અનેકોનેક શ્રધ્ધેય ધર્મગ્રંથોની રચના કરી અને આ બધું કર્યું માત્ર 32 વર્ષના ટૂંકા આયુષ્યકાળમાં. એક રીતે માન્યામાં ન આવે એવી અનેકવિધ સિદ્ધિઓ શ્રીમદ્ શંકરાચાર્યને વરી. વિવિધ સાહિત્ય સ્ત્રોતના કથાબીજ સાથે આ કથા માટે વિશેષ આભાર, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના યશસ્વી વિચારબોધપ્રેરક સાહિત્યનો. એમની વિચારપ્રધાન રાષ્ટ્રવાદી કલમપ્રસાદીના પરિપાકરુપે આ કથાનો પિંડ સર્જાયો. જગદ્ ગુરુના જન્મથી જગતવિજય સુધીની કથાનો આ છઠ્ઠો મણકો છે.