જામો, કામો ને જેઠો

(28)
  • 4.9k
  • 2
  • 1.2k

છેલ્લે એ મોજ કરી કે, (એકઝામ્સ નજીક આવતી જતી હતી – પેરેન્ટ્સ હવે વધુ ધ્યાન રાખતા હતા – હું અને ક્રિશ્ના સમય મળ્યે ફોન પર વાતો કરી લેતા હતા – રિસિપ્ટ લઈને એકઝામના આગળના દિવસે સ્કૂલો જોવા નીકળી પડ્યા – વડીલો અને કુટુંબીજનો દ્વારા મળતી શિખામણો – ક્રિશ્નાનું તેની સિસ્ટર વિષે જણાવવું – તેની સિસ્ટર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે લગ્નની દરખાસ્ત ઘરે મૂકવાની વાત કરવી - ક્રિશ્નાનો ‘બેસ્ટ ઓફ લક’ કહેવા કૉલ કરવો અને તે મારી મમ્મી દ્વારા રિસિવ કરવો – એક્ઝામના દિવસે કનિષ્ઠાનું મારી પાછળ બેસવું – સાથે મળીને સમગ્ર પેપર લખવા – એક્ઝામ પછી ક્રિશ્નાનું મુંબઈ જવું – ક્રિશ્ના સાથે કોન્ટેક્ટ ન રહેતા આકર્ષણ ઓછું થવું) આગળ મોજ કરીએ ચાલો, હવે ધીરજ ખૂટી રહી હતી. વેકેશનમાં ગામડે જવાની ઉતાવળ દર વર્ષે હોય તેના કરતા વધુ હતી. તાલાવેલી હતી. કારણ કે, ૧૦ મું ધોરણ બોર્ડનું વર્ષ હોવાથી દિવાળીનું વેકેશન પણ સુરત જ પસાર કર્યું હતું. દાદા-દાદીને મળ્યો તેને લગભગ વર્ષ થઇ ચૂક્યું હતું. એક્ઝામ પૂરી થાય એટલે પપ્પા રોજ સાંજે નવી-નવી વાતો કરે ! મમ્મીના ખોળામાં માથું રાખીને પપ્પાને સાંભળવાની અનુભૂતિ છે, તે સદેહે સ્વર્ગ છે. મમ્મી પપ્પાના ચહેરા સામે જોયા કરે અને મારા માથામાં હાથ ફેરવતી જાય ! મમ્મી અને પપ્પા વચ્ચે આમ જ સદાય પ્રેમ કાયમ રહેતો. તે પ્રેમને કાયમ રાખવા માટેનું કારણ હંમેશા હું જ બનતો ! એક દિવસ પપ્પાએ બા-દાદાની વાતો કરવાનું શરુ કર્યું. “દીકરા, સુઈ ગયો ” “ના, પપ્પા ! CID જોઉં છું. એ પૂરું થાય પછી TV બંધ કરી દઈશ.” એ સમયે ‘સબ કી લાડલી બેબો’, ‘સચ કા સામના’, ‘શૌર્ય ઔર સુહાની’, ‘અગલે જનમ મોહે બિટિયા હિ કીજો’, નવું-નવું શરુ થયેલ ‘બિગ બોસ’, ‘કિતની મોહબ્બત હૈ’, ‘લાપતાગંજ’, ‘ઈમોશનલ અત્યાચાર’, ‘પવિત્ર રિશ્તા’, ‘સા રે ગા મા પા’ – આ બધી સિરિયલ્સનો દબદબો હતો. દિવસભર એ જ ચાલુ હોય. રાત્રે મમ્મી જોડે સિરિયલ્સ જોવાની ! પપ્પા આવે એટલે ‘બિગ બોસ’ ચાલુ હોય તો ચેનલ ચેન્જ કરી દેવાની અથવા TV બંધ કરી દેવાનું ! આ નિયમ બની ચૂક્યો હતો. ક્રમશ: એન્જોય.