વિષયાંતર - 1 પુનર્જન્મની અજીબોગરીબ દાસ્તાન

(60)
  • 5.7k
  • 3
  • 1.8k

બાળક દોઢ-બે વર્ષનું થાય એટલે કાલીઘેલી ભાષામાં બોલતું થઈ જાય છે, પણ દિલ્હીમાં જન્મેલી શાંતિદેવીની વાચા તે ચાર વર્ષની થઈ ત્યાં સુધી ફૂટી નહોતી. અને ચાર વર્ષની વયે તે જ્યારે બોલતી થઈ ત્યારે ‘મા’ કે ‘પાપા’ જેવા સામાન્ય શબ્દોને બદલે તે ‘મારા પતિ’ અને ‘મારા બાળકો’ જેવા શબ્દો બોલવા લાગી! તેની જીભ જેમજેમ ખૂલતી ગઈ તેમતેમ તે વધુ ને વધુ રહસ્યમય અંદાજમાં બોલતી ગઈ. તે કહેતી રહેતી કે, ‘મારા પતિ મથુરામાં રહે છે, એમની કપડાની દુકાન છે અને અમારે એક દીકરો પણ છે.’ ચાર વર્ષની બાળકી પોતે કોઈ પરિણિત સ્ત્રીનો પુનર્જન્મ હોવાનો દાવો કરતી હતી. એ જે કંઈ બોલતી હતી એમાં સચ્ચાઈ હતી કે એ બધું એના વિક્ષિપ્ત મનોજગતની ભ્રમણામાત્ર હતું પ્રસ્તુત છે પુનર્જન્મની ‘માનો યા ના માનો’ ટાઇપ સત્યકથા…