જાંબીની લિસ્કી

(37)
  • 4.3k
  • 9
  • 838

‘જાંબી, વાલામૂઈ ક્યાં મરી ગઈ? આ વાસણનો ખડકલો તારો બાપ કરવા આવશે? ઈ તો તને ને મને મૂકીને આ દરિયામાં કોણ જાણે ક્યાં ખોવાયો? ને તું મૂઈ આ આખો દી’ દરિયે શું ગૂડાશ?’ ઝૂંપડીમાંથી માનો અવાજ સાંભળીને જાંબુડીના હાથમા઼થી છીપલાં સરકી ગયાં ને ફરી ભીની રેતીમાં ખૂંપી ગયાં, ઉપરથી મોજું આવી એ બધું વેરવિખેર કરી ગયું. જાંબુડી દોડીને ઝૂંપડી પાસે ગઈ વાસણમાં રાખને કૂચો ફેરવવા લાગી ને મગજને પણ કૂચો ફેરવવા લાગી.