રાધા શ્યામ

(36)
  • 3.5k
  • 8
  • 830

બારી માંથી આવતી હવા નાં કારણે હાથો માં રહેલ છાપા નાં પના ફડફડ કરતા ઉડી રાધિકા ને વિતેલા સમય માં ફરી ખેંચી ગયા, ત્રણ દિવસ પછી કોલેજ આવેલી રાધિકા ને જોઈ શ્યામ ઉતાવળા પગલે સામે આવી , ઓહ ! રાધિકા , તું કેમ અચાનક ગાયબ થઈ ગઈ ? શું થયું હતુ ? તારી તબીયત તો સારી છે ને રાધા ? એક શ્વાસે અનેક પ્રશ્નો અધિરાઈ થી પૂછયા પછી શાંત પડી ખૂબ પ્રેમ ભરી નજરે ,જવાબ આપતી રાધા ને જોઈ રહ્યો જાણે આસપાસ કંઈ જ નથી બસ રાધિકા એમની ભૂરી અણીયારી માદક આંખો માં શ્યામ ખોવાઈ ગયો ને રાધા પણ એ પ્રેમભરી નજર માં કેદ થઈ ગઈ