Radha Shyam books and stories free download online pdf in Gujarati

રાધા શ્યામ

Ekta Dhakan

ektadhakan19@gmail.com

બારી માંથી આવતી હવા નાં કારણે હાથો માં રહેલ છાપા નાં પના ફડફડ કરતા ઉડી રાધિકા ને વિતેલા સમય માં ફરી ખેંચી ગયા, ત્રણ દિવસ પછી કોલેજ આવેલી રાધિકા ને જોઈ શ્યામ ઉતાવળા પગલે સામે આવી , " ઓહ ! રાધિકા , તું કેમ અચાનક ગાયબ થઈ ગઈ ? શું થયું હતુ ? તારી તબીયત તો સારી છે ને રાધા ?" એક શ્વાસે અનેક પ્રશ્નો અધિરાઈ થી પૂછયા પછી શાંત પડી ખૂબ પ્રેમ ભરી નજરે ,જવાબ આપતી રાધા ને જોઈ રહ્યો જાણે આસપાસ કંઈ જ નથી બસ રાધિકા એમની ભૂરી અણીયારી માદક આંખો માં શ્યામ ખોવાઈ ગયો ને રાધા પણ એ પ્રેમભરી નજર માં કેદ થઈ ગઈ પરંતુ બંને એકબીજા થી અંતર ની લાગણી જાણે છુપાવતા અલકમલક ની વાતો કરવા લાગે . એકબીજા ને ન જુએ તો જાણે સમય અટકી જતો. બીજા દિવસે મળે એટલે ફરિયાદ ,મીઠું ઝગડવું, અવનવી વાતો થાય. જન્મદિવસ હોય કે ફ્રેન્ડશીપ ડે એકબીજા પાસે થી ચોકલેટ તો અચૂક ખાવા ની.

રાધિકા કાકી કાકા નાં ઘરે રહેતી હતી એમની માં વર્ષો પહેલા અકસ્માત મા છોડી ને દૂર ચાલી ગઈ હતી , રાધા ને તો માં નું મોં પણ યાદ નથી એમના માટે કાકી જ બધું હતા એમને પણ પોતાનું સંતાન ન હોવાથી રાધા ને ખૂબ પ્રેમ અને સંસ્કાર આપી ઉછેરી હતી એટલે જ રાધા કદાચ શ્યામ સાથે ની દોસ્તી ને પ્રેમ નું નામ ન આપી શકી કે પોતાના હ્દય મા વહેતા પ્રેમ ઝરણાં ને ન સમજી શકી. જોતજોતા મા કોલેજ નાં ત્રણ વર્ષો વીતી ગયા. એ દિવસે ફાઈનલ એકઝામ નું છેલ્લું પેપર હતું પણ હજી એક અઠવાડીયા પછી ફંકશન હતું એટલે એની તૈયારી માટે રોજ કોલેજ આવવા નું હતું . પેપર આપી રાધિકા બહાર આવી શ્યામ સામે જ રાહ જોતો ઊભો હતો , "રાધે ,પેપર કેવું ગયું ? મને મારા કરતા તારા પેપર ની ફીકર વધું થતી હતી .ઓહ ! કાલ થી તો હવે મજા જ મજા છે તે કથક ની તૈયારી કરી છે ને , હું આપણી દોસ્તી માટે નું સોંગ પ્લે કરીશ મારા નવા ગિટાર પર " રાધિકા પણ બહુ ખુશ છે ," હા શ્યામ તારો અવાજ તો ગોડ ગિફ્ટ છે." બંને વાતો કરતા કરતા છૂટા પડયા પરંતુ એ નહોતી ખબર કે આ છેલ્લી વાતો છે હવે એ કાલે ફરી નહી મળી શકે . રાધિકા ખુશ થતી ઘરે આવી ત્યાં જુએ છે એમની બેગ તૈયાર છે ને કાકી રાહ જોતા બહાર વરંડા માં ઉભા છે " બેટા , રાધા તું આવી ગઈ , જલ્દી ચાલ દીકરી તું હાથ મોં ધોઈ લે આપણે આજ ઘડી એ તારા પપ્પા પાસે મુબંઈ રવાના થવું પડશે , આપણી ફ્લાઈટ પણ બુક થઈ ગઈ છે સમય નથી . " રાધિકા કંઈ સમજે પૂછે એ પહેલા જ કાકી એ કહી દીધું ," તારા પપ્પા ને હાર્ટ એટક આવ્યો છે , તબીયત બહુ જ નાજુક છે ." બસ આટલું સાંભળતા જ રાધા બધું ભૂલી જલ્દી જલ્દી કાકા કાકી સાથે નીકળી ગઈ .

એકપોર્ટ થી સીધા જ હોસ્પીટલ પહોંચ્યા , " પપ્પા , આ શું થઈ ગયું ? મારી સાથે વાત કરો ને પપ્પા , હું તમારી રાધુ છું પપ્પા મારી સામે તો જુઓ ," પરંતુ રાધા નાં પપ્પા સમીરભાઈ હાલ કોમા મા છે આઈ. સી. યુ. માંથી બહાર બેસવા કહ્યુ , રાધા રડતી રડતી બહાર આવી , એમ જ ઘણા દિવસો વિત્યા . રાધિકા ની કોઈ ખબર ન મળતા શ્યામ ની બેચેની વધતી જાય છે. શ્યામ નું ફેમીલી ઓસ્ટ્રલિયા હતું હવે તો વેકેશન નો સમય આવતા હોસ્ટેલ છોડી ઘરે જવાનો સમય થયો પણ હજી રાધિકા ની કોઈ ખબર ન મળતા શ્યામ બહુ દુ:ખી હ્દયે ફલાઈટ માં બેઠો છે. અહીં હવે સમીરભાઈ ની તબીયત મા થોડો સુધાર છે ,આંખો ખોલી જુએ છે ," વર્ષો પહેલા રાધિકા તારી મમ્મી કહેતી મારા રાધા ને તો એક સુંદર રાજકુમાર ક્રિષ્ન મળશે , આજે એ પણ તને જોઈ આશીર્વાદ આપતી હશે, એના જીવ ને આજે શાંતિ મળશે ." આટલું માંડ માંડ બોલી શકતા રાધા નાં પપ્પા ચાધાર આંસૂડે રડતા રડતા રાધિકા નો હાથ માધવ નાં હાથ મા સોંપી આંખ મીંચી ગયા . આજે રાધિકા નાં લગ્ન ને બાર વર્ષ વીતી ગયા. ટ્રીન ટ્રીન વાળા ંફોન ની જગ્યા એનરોઈડે લઈ લીધી , ફેમીલી નાં સભ્યો દેશવિદેશ મા રહેતા હોવા છતા વોટસઅપ અને એફબી પર સતત જોડાયેલ રહે છે.

" ઓહ ! રાધે , તંુ કયાં હતી કેમ અચાનક ગાયબ થઈ ગઈ ? " રાધા ની એક સહેલી આવતા ની સાથે જ સવાલ કરવા લાગી એ સાંભળતા જ જાણે રાધિકા ને શ્યામ નો અવાજ સંભળાતો હતો ને શ્યામ જાણે ફરિયાદ કરે છે એવું હ્દય ને થતા રાધિકા એ તરત જ એકાઉન્ટ બનાવી એફબી પર 'શ્યામ મહેરા' લખ્યું તરત જ અનેક શ્યામ મહેરા વોલ પર દેખાયા પણ એ હસતો ચહેરો એ પ્રેમભરી આંખો આજે પણ રાધિકા ની આંખો માં હતા એ ચહેરો સામે આવતા જ આંખો પૂછયા વગર દડદડ આંસૂ સારવા લાગી , શ્યામ , શ્યામ હું રાધિકા બસ એથી વધુ કંઈ જ ન લખી શકાયુ, સાંજ સુધી રાહ જોતી શ્યામ નું પ્રોફાઈલ જોયા કર્યું , " રાધે , રાધે તું , તું ખુશ તો છે ને રાધે ? " શ્યામ નો રીપ્લાય જોતા જ રાધા નાં હાથ કાંપવા લાગ્યું , હ્દય જોર થી ધડકવા લાગ્યું , આંખો રડી રડી ને સોજી ગઈ હતી પણ અશ્રુધાર વહી રહી છે ," શ્યામ તારા વગર રાધા ખુશ હોય શકે ખરા ? તું ખુશ છે શ્યામ ? " બસ ધીમે ધીમે રાત વધી રહી હતી અને હવે દિલ હળવું લાગતું હતું . હવે તો રોજ શ્યામ રાધા વાતો કરતા ને જોતજોતા માં કયાં સમય વીતી જતો ખબર જ ન પડતી , એ કોલેજ સમયની વાતો એ મસ્તી કયારેક હસવું રડવું આટલા વર્ષો ની નાની મોટી બધી વાતો થતી ," શ્યામ આજે પણ રાધિકા ની યાદો સાથે જ રાત્રે સપના જોતો અને રાધે ને યાદ કરી સવાર થતી એમના જીવન માં માત્ર રાધા નામ જ હતું બસ એમ જ બાર વર્ષ વિત્યા ને હવે ફરી રાધા મળતા શ્યામ ને નવુ જીવન મળ્યું ખુશીઓ નો ખજાનો મળ્યો . " રાધે , મારે એક વાર તને જોવી છે , મારે તને મળવું છે , જીવન નું એક જ સપનું છે , શું હું તને મળવા આવી શકુ ?" અપાર પ્રેમ કરતો હોવા છતા શ્યામ રાધા ને મન ખોલી પ્રેમ નો ઈકરાર તો ન કરી શકયો પણ મળવા ની તલબ ને રોકી ન જ શકયો.

એ સવાર ની ફલાઈટ માં રાધા ને મળવા ના સપના જોતો શ્યામ , એને શું ખબર કુદરત ને કંઈક અલગ જ મંજૂર હતું . અહીં રાધા પણ આખી રાત શ્યામ ને યાદ કરતી પડખા ફેરવતી રહી, એ હવે કેવો લાગતો હશે ? એનું જોવું એની વાતો , રાધા અને શ્યામ માટે હવે થોડા કલાકો વિતાવવા પણ અઘરુ હતું . સવાર થી રાત પડી પણ શ્યામ ની કોઈ ખબર ન હતી ,વહેલી પરોઢે અધકચરી નીંદર માં રાધા ને કાન મા પડઘા પડતા હતા," રાધે , રાધે હું આવી ગયો હવે કદી તારા થી દૂર નહી જાવ, રાધા તું મારી છે હું તને બહુ પ્રેમ કરુ છું રાધા , તું હંમેશા ખુશ રહેજે હસતી રહેજે, હું તને જોઈ ખુશ છું." રાધિકા સફાળી પથારી માંથી ઊભી થઈ ગઈ, હ્દય ની ધડકન તેજ થઈ ગઈ છે , શું થાય છે કંઈ સમજાતું નથી, ઘર મા આમતેમ ફરતી હતી ત્યાં જ છાપું આવ્યું , હાથ માં લઈ સોફા પર બેઠી , છાપા પર નજર ફેરવતા જ સમય ત્યાં જ અટકી ગયો , તેજ ચાલતી હ્દય ની ધડકન જાણે ધીમી પડતી પડતી અટકવા લાગી , રાધા નો પતિ માધવ પણ રુમ માંથી બહાર આવી ," રાધા , એય ! રાધિકા શું થયું ? આમ કેમ બેઠી છે ? રા...ધા ...

રાધા નાં ચહેરા પર સ્મિત લહેરાતું હતું ,બંધ આંખે એ શ્યામ ને મળવા ચાલી ગઈ , હાથ માં જે છાપુ પકડયું હતુ તેની હેડ લાઈન પર રાધા ના આંસૂડા સૂકાય પડયા હતા આછા અક્ષર વંચાતા હતા ," ઓસ્ટ્રલિયા થી આવતી ફ્લાઈટ ક્રેશ થતા તેર પ્રવાસીઓ નાં મૃત્યુ , નામની યાદી માં પહેલુ જ નામ હતું મિ. શ્યામ મહેરા ..."