નાજુક નમણી પ્રિયતમા - 10

(15)
  • 2.6k
  • 2
  • 634

લિફ્ટમેનની કમાન છટકી તો નથી ગઈને..લિફ્ટમાં સહેજ પણ જગ્યા શેષ નથી. તો પણ એ એક પછી એકને અંદર સમાવતો જ જાય છે.!! સૌથી પહેલાં લિફટમાં પ્રવેશેલા એવા આપણે, સાવ છેલ્લે ધકેલાયા..છે…ક અંદર..અને આ સંક્ડામણે મારા ભયની આગને હવા આપવાનું કામ ચાલુ કરી દીધું..વિચારો પરનો કાબૂ ગુમાવી બેઠી. લાખ પ્રયત્નો છતાં મગજમાં નકારાત્મક વિચારોએ ભરડો જમાવવા માંડ્યો..રખે ને આ સમયે લાઈટ જાય, એકાએક આ લિફ્ટ બંધ થઈ જાય તો..!! સિક્યોરીટી,જનરેટર્સ બધાય ઉપાયો કારગત નીવડે ત્યાં સુધીનો આ બંધબારણે પુરાયેલ સજ્જડ સમય કેમનો પસાર કરવાનો.. મારા માથા પર પસીનાની બૂંદો છલકવા લાગી..કપાળની એક બાજુથી એનો રેલો થઈને નીચે દદડવા માંડ્યો. ઉપર માથે ફરતો ગોળ ગોળ નિઃશબ્દ ચાલી રહેલો પેલો પંખો જોઇ જોઇને મને ચક્કર આવવા લાગ્યાં.લિફ્ટમાં જમણી બાજુ એક સફેદ કાગળમાં થોડા કોન્ટેકટ નંબર અને સૂચનાઓ જેવું લખેલું એ બધો ‘ડેટા’ મારી આંખો એની જાતે જ મગજમાં ‘ફીડ’ કરવા લાગી. ગમે ત્યારે એની જરુર પડી શકે.હાથ ટાઈટ જીન્સના આગલા પોકેટમાં સરકયો અને એમાં રહેલા સ્લીમ મોબાઇલ પર હાથની પકડ આપ-મેળે જ વધી ગઈ..એની બેટરી ફુલ ચાર્જ કરીને નીકળવાના નિર્ણય પર ગર્વ થઈ ગયો. આહ, મારો શ્વાસ જાણે છાતીમાં ભરાઈ ગયો. અંદર ગયા પછી જાણે બહાર આવવાનો રસ્તો જ ભૂલી ગયો હતો. હમણાં જાણે ઉલ્ટી થઇ જશે. આ આટલી બધી વાર કેમ લાગી, ૭મા માળે જ તો જવાનું છે..!! આ આખીય પ્રક્રિયા દરમ્યાન ખબર જ ના રહી કે ક્યારે મેં આ બધા વિચારોથી પીછો છોડાવવાની ગરજે તારી વધારે નજીક સરકીને, તારા બાવડા પર મારું માથું મૂકીને આંખો કચકચાવીને બંધ કરી દીધેલી. મારા લાંબા અણીયાણા નખ તારા બાવડામાં ખાસા એવા ખૂંપેલા હતા એનું પણ મને ધ્યાન ના રહ્યું. to read full story download the book