ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 14

(27)
  • 5.3k
  • 4
  • 1.4k

એજ સાંજે બાર્બીકેન અને તેમના સાથીઓ ટેમ્પા ટાઉન પરત થયા જ્યારે મર્ચીસન એટલેકે તેમનો એન્જીનીયર ન્યુ ઓર્લિયન્સ જવા માટે ટેમ્પીકોમાં બેઠો. તેનું હવેનું કાર્ય હતું કારીગરોની ફોજ બનાવવા માટેનું લીસ્ટ તૈયાર કરવાનું અને માલસામાન એકઠો કરવાનું. ગન ક્લબના સભ્યો ટેમ્પા ટાઉનમાં જ રોકાઈ ગયા કારણકે તેમણે શરૂઆતનું કાર્ય કરવા માટે સ્થાનિકોને મદદ કરવાની હતી.