મધુરજની અને રજનીગંધા

(50)
  • 4k
  • 2
  • 915

ખરે જ નણદલડી કોકિલાના હરખનો કોઈ પાર ન હતો. ભૈયાભાભીના મધુરજની માટેના શયનખંડને એણે જ ભવ્યાતિભવ્ય રીતે સજાવ્યો હતો. કુમારિકા એવી વરની બહેનડી દ્વારા નાજુક અને ક્ષોભજનક એવા આ કાર્યને અંજામ અપાય તેમાં થોડોક ઔચિત્યભંગ તો જરૂર હતો, પણ અન્ય કોઈ વિકલ્પ પણ ક્યાં હતો ! ઘરમાં અન્ય કોઈ મોટી ભાભી ન હતી અને વરની બા તો આવી મર્યાદા ઓળંગી શકે જ નહિ ને ! તેમણે તો લગ્નને લગતી સેવાઓ પૂરી પાડતી કોઈ એજન્સીનો સહારો લેવાનું સૂચન કર્યું હતું, પરંતુ કોકિલાએ એ વાતનો ધરાર ઇન્કાર કર્યો હતો. વરકન્યાના બંને પક્ષે સાદગી અને ઓછામાં ઓછાં સગાંસંબંધીની હાજરી થકી ગામના મંદિરમાં જ વિવાહ સંપન્ન થાય તેવી સમજૂતિના ભાગરૂપે પંદરેક કિલોમીટર દૂરના એ ગામે વહેલી સવારે મંગળફેરા ફરી લઈને, બપોરનું કન્યાપક્ષનું જમણ લીધા પછી, તરત જ જાન પાછી પણ ફરી ગઈ હતી. આગલી રાતના ઉજાગરાને સરભર કરવા અને આજની મધુરજનીએ થનારા ઉજાગરાને ધ્યાનમાં રાખીને કોકિલાએ ચેતના ભાભીને પોતાના જ બેડરૂમમાં સુવાડી દીધાં …