જિંદગીના ધબકાર - 2

  • 3.6k
  • 1
  • 774

દાનેશ્વરી ડૉ. હર્ષદ વી. કામદાર એમ. ડી. (બાળ રોગ નિષ્ણાંત) ડૉ. કરન જલદી આવો, તમારા મિત્રે ઊંઘની વીસ ગોળીઓ ખાઈ લીધી છે.” જયાબહેને ફોન પર ચિંતાગ્રસ્ત અવાજે કહ્યું. “હું તરત જ આવું છું, જયાભાભી !” ડૉ. કરને કહ્યું અને તરત જ સ્કૂટર તેના સ્કૂલમિત્ર અજિતના ઘર તરફ દોડાવ્યું. ડૉ. કરન અને અજિત શાળામાં પહેલા ધોરણથી સાથે હતા. કરન હોશિયાર હતો, તે આગળ ભણીને ડૉક્ટર બની ફૅમિલી ફિઝિશિયન બન્યો, જ્યારે અજિતે બી.કૉમ. અભ્યાસ કરી બે-ત્રણ કંપનીઓમાં ટ્રાય કરી નોકરી લીધી પણ ક્યાંય ન ફાવતાં છેવટે તેણે પોતાનો શૅર ટ્રેડિંગનો વ્યવસાય સ્વીકારી લીધો. ડૉ. કરન ખરેખર દાનવીર અને વિશાળ હૃદયના હતા. તેમની પોતાની