દરેક માણસની એક કહાની હોય છે!

(108)
  • 8.4k
  • 23
  • 1.9k

દરેક માણસની લાઇફ એ સતત જિવાતી એક નવલકથા છે. દરેક દિવસ એ આ નવલકથાનું પાનું છે. દરેક કલાક એક પેરેગ્રાફ છે. દરેક ક્ષણ એક શબ્દ છે. દરેક વર્ષે જિંદગીની આ નવલકથામાં એક પ્રકરણ ઉમેરાય છે. જિંદગીની આ નવલકથામાં ક્યાંક આંસુનો દરિયો છે. ક્યાંક દુઃખનો પહાડ છે. ક્યાંક એકલતાનું રણ છે. આગળનું કંઈ નજરે ન પડે એવું થોડુંક ધુમ્મસ છે. તાપણાં જેવી થોડીક હૂંફ છે. ક્યારેય છોડવાનું મન ન થાય એનો થોડોક સાથ છે.