અમારું અઠવાડિયું

(11)
  • 4.2k
  • 1
  • 909

પરી, ઊર્વિ, મિત, ધ્રુવા, કાવ્યા, મલય, પ્રીત, લીલા, મીના, મંજરી, સંજય, કનુ-મનુ સહિત ઝૂપડ પટ્ટીના સૌથી વધુ પાંચથી સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળતો હતો. સૌના મનમાં એક વિચાર ચાલતો હતો કે, આ વર્ષે પ્રકાશસર અને ઊર્જા ટીચર આપણને શું ભેટ આપશે શું શીખવશે બધાજ બાળકો કતારમાં પાથરેલા પાથરણા ઉપર શિસ્તબધ્ધ રીતે બેસી ગયાં હતાં. સરકારી બગીચામાં વૃક્ષોના છાંયા નીચે મંદ મંદ હવાની લહેરખીઓ આવતી હતી. કોયલ, કાબર, કબુતર, ચકલી વ. પક્ષીઓ મુક્ત રીતે ચણ ચણી રહયાં હતાં. પ્રકાશ અને ઊર્જા એ પણ પોતાનું સ્થાન લઈ લીધું હતું. સમૂહપ્રાર્થનાથી પ્રકાશ અને ઉર્જાની બાલસૃષ્ટિએ વાતાવરણ પુલકિત બનાવ્યું હતું. પ્રાર્થના પુરી થયાં બાદ ઊર્જાએ કાલીઘેલી વાણીમાં વાત શરું કરી હતી : ‘મારા, વ્હાલા બાળારાજાઓ . તમને સૌને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન. તમને સૌને આનંદ થાય તેવા સમાચાર આપુ છું. આપણે એક અઠવાડિયું ઉજવવું છે અને અઠવાડિયામાં તમને ગમે તેવી પ્રવૃતિઓ, મોજ-મજા કરવી છે. સૌને ગમશેને ’ ઊર્જાની વાત સાંભળીને તાળીઓ પડી. તાળીઓના ગડગડાટ ક્યાંય સુધી બંધ જ ન થયાં.