સ્પેક્ટર્નનો ખજાનો - ૪

(85)
  • 7.5k
  • 6
  • 2.7k

‘અને બીજી એક અગત્યની વાત કહી દઉં છોકરાઓ...’ પ્રોફેસર અત્યંત રહસ્યમય રીતે બોલ્યા. અમે એમની સામે મીટ માંડેલી રાખી. એમણે આગળ ચલાવ્યું, ‘સ્પેક્ટર્ન ટાપુની આજુ-બાજુ લગભગ કંઈ નથી. એટલે શક્ય છે કે દરિયાઈ ચાંચિયાઓ પોતાના જહાજ સાથે વિસામો ખાવા માટે કે એમ સ્પેક્ટર્ન પર ઊતરે...’ ચાંચિયાનું નામ સાંભળતાં જ અમારે સજાગ થઈ જવું પડ્યું. સાથે જ હ્યદય પણ બે ઘડી જોરથી ધડકી ઊઠ્યું. ખૂંખાર દરિયાઈ લૂંટારાઓ એટલે કે પાયરેટ્સ જ આવી સફરોનું મોટામાં મોટું જોખમ હોય છે. ચોરી અને દાણચોરીના માલની આવા ચાંચિયાઓ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરાફેરી કરતા રહે છે. સમુદ્ર પર જ એમનું જીવન હોય છે. પણ ચાંચિયાઓ પોતાનું ભલું થવા માટે કોઈને પણ ગણકારતા નથી અને ખૂન-ખરાબા સર્જતા હોય છે.