સત્યના પ્રયોગો - ભાગ-3 - 11

  • 4.5k
  • 1
  • 850

ગાંધીજી સ્વચ્છતાના કેવા આગ્રહી હતા અને હિન્દીઓ ગંદા હોય છે તેવું મહેણું ભાગવા હંમેશા તત્પર રહેતા તેવું આ પ્રકરણ વાંચીને સમજાય છે. ગાંધીજીને પ્રજાના દોષોને ઢાંકીને તેનો બચાવ કરવો અથવા દોષો દૂર કર્યા વિના હકો મેળવવા એ ખોટું છે. આફ્રિકામાં વસતા હિન્દીઓ ગંદા હોય છે તેવી માન્યતા દૂર કરવા ગાંધીજીએ વસવાટના પ્રારંભમાં જ સમાજના મુખ્ય ગણાતા માણસોનાં ઘરોમાં સુધારા થઇ ગયા હતા. પરંતુ જ્યારે ડરબનમાં મરકીના પ્રવેશનો ભય લાગ્યો ત્યારે ઘેરઘેર ફરવાનું શરૂ થયું. આ કાર્યમાં મ્યુનિસિપાલટીના અમલદારોનો ભાગ હતો અને તેમની સંમતિ પણ હતી. ગાંધીજીની મદદ મળવાથી હિન્દીઓની હાડમારી ઓછી થઇ. કેટલીક જગ્યાએ અપમાન થતાં, કેટલીક જગ્યાએ બેદરકારી બતાવવામાં આવતી. લોકો પાસેથી કંઇપણ કામ કરાવવું હોય તો ધીરજ રાખવી જોઇએ એમ ગાંધીજી આ અનુભવોથી શીખ્યા. આંદોલનનું પરિણામ એ આવ્યું કે હિન્દીઓમાં ઘરબાર સ્વચ્છ રાખવાની અગત્યતાનો ઓછા-વતા અંશે સ્વીકાર થયો. સંસ્થાનવાસીઓ ભારત પ્રત્યે ફરજ નિભાવતા થયા. વર્ષ 1897 અને 1899ના દુકાળમાં ભારતવર્ષને આફ્રિકા તરફથી સારી મદદ મળેલી.