સત્યના પ્રયોગો - ભાગ-3 - 19

  • 4.1k
  • 1
  • 906

કાલિમાતાના યજ્ઞમાં ઘેટાંની આહુતિ વિશે જાણી ગાંધીજીને બંગાળી જાણવાની તીવ્ર ઇચ્છા થઇ તેનું આ પ્રકરણમાં વર્ણન છે. ગાંધીજીએ કેશવચંદ્ર સેન, પ્રતાપચંદ્ર મજમુદારનું જીવન વૃતાંત જાણ્યું. સાધારણ ભ્રહ્મસમાજ અને આદિ ભ્રહ્મસમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રી, મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરના દર્શન કર્યા. ગાંધીજી વિવેકાનંદને મળવા બેલૂર મઠ ચાલીને ગયા પરંતુ તેઓને મળી ન શકાયું. ભગિની નિવેદિતાને ચોરંઘીના એક મહેલમાં તેમનાં દર્શન કર્યા. ભગિનીને હિન્દુ ધર્મ પ્રત્યે પ્રેમ હતો. ગાંધીજીએ દિવસના બે ભાગ પાડ્યા હતા એક સમય આફ્રિકાના કામ અંગે કલકત્તામાં રહેતા આગેવાનોને મળવામાં ગાળતા, બીજો ભાગ કલકત્તાની ધાર્મિક સંસ્થાઓ અને બીજી જાહેર સંસ્થાઓને જોવામાં ગાળતા. ગોખલેની છાયા હેઠળ બંગાળના અગ્રગણ્ય કુટુંબોની માહિતી મળીને તેમનો નિકટનો સંબંધ બંધાયો. બંગાળથી ગાંધીજી બ્રહ્મદેશ ગયાં જ્યાં ફૂંગીઓની મુલાકાત કરી, સુવર્ણ પેગોડાના દર્શન કર્યા. બ્રહ્મદેશની મહિલાઓનો ઉત્સાહ તેમને સ્પર્શી ગયો. રંગૂનથી પાછા ફરી ગાંધીજીએ ગોખલે પાસેથી વિદાય લીધી. ગાંધીજીએ હિન્દુસ્તાનને જાણવા રેલવેમાં ત્રીજા વર્ગની મુસાફરી કરવાનો નિર્ણય કર્યો.