સ્પેક્ટર્નનો ખજાનો - ૧૫

(82)
  • 6.2k
  • 7
  • 2.3k

પ્રોફેસર બેને તરત જ નક્શો ખોલ્યો. અત્યારે અમે પર્વતની દક્ષિણ તરફની તળેટીમાં હતા - નક્શામાં દર્શાવેલી ‘ક્રોસ’વાળી જગ્યાએ. ‘જુઓ, આપણે આ ખજાનાવાળી જગ્યાએ છીએ.’ પ્રોફેસર બેને કહ્યું, ‘હવે મારો એવો વિચાર છે કે આપણે આ પર્વતની બીજી તરફ વહેતી નદીને રસ્તે થઈને પૂર્વ તરફના કિનારે નાંગરેલા એડગરના વહાણ પર પહોંચી જઈએ. સમય રાતનો પસંદ કરશું એટલે કદાચ છૂટાછવાયા દુશ્મનો ફરતા હશે તો પણ આપણને જોઈ શકશે નહીં.’ વાત પૂરી કરીને જાણે પૂછવા માગતા હોય કે યોજના બરાબર છે કે નહીં એ રીતે પ્રોફેસરે અમારી સામે જોયું. અમને તો યોજના એકદમ બરાબર જ લાગતી હતી.