ચૈત્રી પૂનમ ની કથા

(11)
  • 7.1k
  • 2
  • 1.4k

શ્રી ઋષભદેવ સ્વામીએ દિક્ષા લીધી ત્યારે તેમના રાજ્યો ભરત અને બાહુબલી વગેરેને સોપ્યા,તેમાં તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને અને અયોધ્યાનું રાજ્ય ભરત ને સોપ્યું.તથા અન્ય રાજ્યો અન્ય પુત્રોને સોપ્યા. ભગવાનની દિક્ષા સમયે નમિ અને વિનમિ હાજર નહોતા તેથી તેમને રાજ્ય નો હિસ્સો મળ્યો નહી.પરદેશથી આવીને ભરત રાજાને પૂછ્યું કે હે ભરત આપણા પિતાશ્રી ક્યા ગયાં ત્યારે ભરતે કહ્યું તેમને દિક્ષા લીધી છે. એટલે તેઓ તેમની પાસે રાજ્યની માંગણી કરવા ગયા.ભગવાન તો નિસ્પૃહી હતા.તેમની પાસે રાજ્યની માંગણી કરે તો પણ શુ આપે તેથી નમિ અને વિનમિ તેમની સેવા કરવા પાછળ પાછળ ફરવા લાગ્યા.સવાર સાંજ ભગવાન ને વંદન કરે છે અને ફરી ફરી રાજ્યની માગણી કર્યા કરે છે.આ રીતે ઘણા વખત સુધી ભગવાન ની પાછળ ફર