ગિરનાર તીર્થનો મહિમા

(19)
  • 3.4k
  • 3
  • 1.1k

એકવાર નેમિનાથપ્રભુના સમવસરણમાં નેમિનાથપ્રભુને ઇન્દ્ર મહારાજાએ અંજલી જોડી નમસ્કાર કરી પૂછ્યું કે, “હે સ્વામિ! વરદત્તગણધર ભગવંત ક્યા પુણ્યથી ગણધર ભગવંત થયા છે ” ત્યારે ભવ્યજીવોના ઉપકાર માટે ફરમાવ્યું કે, “ગત ઉત્સર્પિણીમાં ત્રીજા સાગર નામના તીર્થંકર પરમાત્મા કૈવલ્યલક્ષ્મીને ધારણ કરીને ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં હતા. અન્યદા તે પરમાત્માએ દેશનામાં ચૌદરાજલોક અને મોક્ષસંબંધી સ્વરૂપ જણાવ્યું. તે સમયે પ્રભુની વાણી સાંભળી પાંચમા દેવલોકના સ્વામિ બ્રહ્મેન્દ્રે પોતાના સ્વર્ગીય સુખમાં મંદ થઇ મોક્ષ સુખના અભિલાષી બન્યા અને તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે, ‘હે પ્રભુ! મને મુક્તિ સુખની પ્રાપ્તિ ક્યારે થશે પ્રભુ બોલ્યા કે બ્રહ્મેન્દ્ર! આવતી અવસર્પિણીમાં બાવીસમાં તીર્થંકર અરિષ્ટનેમિ થશે. તેનું ગણધરપદ મેળવી ભવ્ય પ્રાણીઓને બોધ આપી રૈવતાચલ ઉપર મુક્તીપદને પામશો’ આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી હર્ષ પામી પોતાના દેવલોકમાં ગયો અને ત્યારથી તે નેમિનાથ પરમાત્મા પર ખૂબ અનુરાગ ધરવા લાગ્યો.”