સવાર સવારે શેની લમણાઝીક કરે છે સમીર તૈયાર થઈને ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠો.રેયોનનું ક્રીમ કલરનું સૂટ અને ટાઇમાં તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ કોઈ પણ જાણી જાય કે એક સફળ બિઝનેસમેન છે. રેખા સમજી ગઈ કે સમીરને આજે બહાર જવાનું હશે! સૂરતમાં એણે દસ વર્ષ પહેલાં ઉધનામાં લૂમ્સ નાંખી હતી.આજે તો તરેહ તરેહની ફેશનેબલ સાડીનો તેનો પોતાનો શો -રૂમ હતો.પોતાની હોન્ડા સીવીક કાર હતી પણ એનો ઓફિસ જવાનો સમય બરોબર આઠ ને દસ મિનીટ એમાં મીનમેખ ફેર નહિ.ડ્રાઇવરને એક મિનીટ મોડું થાય તો પોતે જ કાર ડ્રાઇવ કરી લે. રેખાએ ટિફિન ટેબલ પર મૂક્યું એટલે સમીર ચિડાયો, શું છે આનું મારે નાસ્તો કરી નીકળી જવું છે. આ બે વર્ષ પહેલાનું રોડ પર ટિપાઈ ગયેલું ટિફિન છે. રેખાએ ભયભીત અવાજે કહ્યું. સમીરે ઊભા થઈ રસોડાનું પાછલું બારણું ખોલી ટિફિનનો બહાર ઘા કર્યો, લે બસ નાંખી દીધું,શું ઢંગઢડા વગરનીવાત કરે છે

Full Novel

1

પઝલ

સવાર સવારે શેની લમણાઝીક કરે છે સમીર તૈયાર થઈને ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠો.રેયોનનું કલરનું સૂટ અને ટાઇમાં તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ કોઈ પણ જાણી જાય કે એક સફળ બિઝનેસમેન છે. રેખા સમજી ગઈ કે સમીરને આજે બહાર જવાનું હશે! સૂરતમાં એણે દસ વર્ષ પહેલાં ઉધનામાં લૂમ્સ નાંખી હતી.આજે તો તરેહ તરેહની ફેશનેબલ સાડીનો તેનો પોતાનો શો -રૂમ હતો.પોતાની હોન્ડા સીવીક કાર હતી પણ એનો ઓફિસ જવાનો સમય બરોબર આઠ ને દસ મિનીટ એમાં મીનમેખ ફેર નહિ.ડ્રાઇવરને એક મિનીટ મોડું થાય તો પોતે જ કાર ડ્રાઇવ કરી લે. રેખાએ ટિફિન ટેબલ પર મૂક્યું એટલે સમીર ચિડાયો, શું છે આનું મારે નાસ્તો કરી નીકળી જવું છે. આ બે વર્ષ પહેલાનું રોડ પર ટિપાઈ ગયેલું ટિફિન છે. રેખાએ ભયભીત અવાજે કહ્યું. સમીરે ઊભા થઈ રસોડાનું પાછલું બારણું ખોલી ટિફિનનો બહાર ઘા કર્યો, લે બસ નાંખી દીધું,શું ઢંગઢડા વગરનીવાત કરે છે ...Read More

2

પઝલ - ભાગ-2

પઝલ વાર્તા ભા-2 ( પઝલ વાર્તાના પહેલા ભાગમાં રેખા-સમીરના બંગલાના દરવાજાની બહાર વહેલી સવારે અકસ્માતમાં ટિપાઈ ટિફિન કોઈ મૂકી જાય છે.પ્રશ્નોનો વંટોળ જગાવતું તૂટેલું ટિફિન રેખાના જીવનને ખળભળાવી મૂકે છે. પતિ પત્ની વચ્ચે આ બાબતમાં મતભેદ પડે છે.સમીર એ ઘટનાને મહત્વ આપતો નથી. રેખાના મનમાં ઉચાટ જન્મે છે,તેને ચેન પડતું નથી.રેખા શું કરશે તેનું પરિણામ શું આવશે તે જાણવા વાંચો પઝલ ભા.2) તે દિવસે અગિયારને ટકોરે ગણેશ ટિફિન લઈ ગયો. રેખા નિરાંતે શાવર કરી ભીના વાળને બ્લો ડ્રાયરથી સૂકવતી હતી ત્યાં સમીરનો ફોન આવ્યો: બાર વાગી ગયા ટિફિન આવ્યું નથી. મારે મુંબઈ જવા નીકળી જવું પડશે. રેખા ચિતામાં બોલી: ગણેશ તો ટાઈમે નીકળી ગયો હતો. રેખા વરસાદના તોફાનને બારીમાંથી જોતા કહેતી હતી: કોને ખબર પૂલ પર વરસાદમાં ... ફોન કપાય ગયો . રેખાને ગણેશ પર ત્યારે થોડી અકળામણ થઈ કેમકે ટિફિન પહોંચ્યું નહિ . લન્ચ ખાધા વિના નીકળી ગયેલા પતિ માટે રેખાનો જીવ બળ્યો. ઘરનું તાજું ખાવાનું રખડી ગયું અને સમીરને ભૂખ્યા જવું પડ્યું , એ હેલ્થ કોન્શિયસ હતો,ઘરનું સાદું ભોજન તે પસન્દ કરતો. ...Read More

3

પઝલ - ભાગ-3

ઝલ વાર્તા ભા.3 (વાચક મિત્રો મારી વાર્તાનું ઉમળકાભેર વાચન કરવા બદલ ખુશી છે.તમને આનન્દ પડે અને બીજાના જીવનને સમજતા ,બીજાના દર્દ અને મુશ્કેલીમાં સમભાગી થઈ શકીએ એવા ઉદેશથી હું મારા જીવનમાં આવેલા માનવોને વાર્તામાં ઉતારવા પ્રયત્ન કરું છું। તેમ કરવાથી મારા મનનું પણ કેથાર્સીસ -શુદ્ધિકરણ થયાનું અનુભવું છું . પઝલ ભા.ર નો અંત તમારી સમક્ષ અનેક પ્રશ્નો ઊભા કરે છે. સમીરનું શું થયું ટિફિન કોણે મૂકેલું મનુભાઈએ જોયેલો કારીગર કોણ તો વાંચો પઝલ ભા.3 ) પઝલ ભા.3 સમીરને અકસ્માત થયો રેખા કોઈ દુઃસ્વપ્ન જોતી હતી કે શું તે બેબાકળી સિવિલ હોસ્પિટલ પહોંચી. ઇમરજન્સી રૂમના બેડ પર સમીરને સાજો જોઈ આવેશમાં દોડી એને વળગી પડી. સમીરના શરીર પર હાથ ફેરવી જીવંત હોવાની ખાત્રી કરી.સવારથી તે ભ્રમણા અને સત્યના કોયડામાં એવી સપડાઈ હતી કે સમીરની છાતી પર માથું મૂકી હળવું થવું હતું . કેટલાં વર્ષોનો વિરહ હોય તેમ રેખા આંસુધારે પ્રિય પતિને ભીંજવતી રહી. ...Read More