સાચી ભેટ

(7)
  • 6.2k
  • 0
  • 2.1k

"અરે જાનકી તારો આ કકળાટ બંધ કર, હું હાલ કંઈ સાંભળવાના મૂડમાં નથી."આમ ગુસ્સા સાથે શ્વેતા ઘરમાં પ્રવેશી. "અરે શું થયું? કેમ સવાર સવારમાં આટલી ગુસ્સામાં છે, બહાર કોઈ સાથે ઝઘડો કરીને આવી છે કે શું? " જાનકીએ પૂછ્યું. શ્વેતાએ થોડી શાંત થઇને કહ્યું,"અરે યાર, હું ગાર્ડનમાં ગઈ હતી અને ત્યાં થોડો ખાટો અનુભવ થયો. જાનકી તું મને એમ કહે કે છોકરીઓ માટે બધી જ જગ્યાએ પાબંદી હોવી જ જોઈએ અલબત્ત બગીચાઓ જેવા ખુલીને જીવવા માટે બનાવેલા સુંદર સ્થળોએ પણ! તમે જે પણ કરો એ બીજા લોકો દ્વારા અણગમાની નજરે જોવામાં આવે અને એ પણ ફ્કત એટલા માટે કે તમે સ્ત્રી છો તો કેવું અજુગતું લાગે ને?, અરે હા, છોડ આ બધું તું કંઈક કહેતી હતી મને! "

New Episodes : : Every Monday

1

સાચી ભેટ - (ભાગ -૧)

"અરે જાનકી તારો આ કકળાટ બંધ કર, હું હાલ કંઈ સાંભળવાના મૂડમાં નથી."આમ ગુસ્સા સાથે શ્વેતા ઘરમાં પ્રવેશી. "અરે થયું? કેમ સવાર સવારમાં આટલી ગુસ્સામાં છે, બહાર કોઈ સાથે ઝઘડો કરીને આવી છે કે શું? " જાનકીએ પૂછ્યું. શ્વેતાએ થોડી શાંત થઇને કહ્યું,"અરે યાર, હું ગાર્ડનમાં ગઈ હતી અને ત્યાં થોડો ખાટો અનુભવ થયો. જાનકી તું મને એમ કહે કે છોકરીઓ માટે બધી જ જગ્યાએ પાબંદી હોવી જ જોઈએ અલબત્ત બગીચાઓ જેવા ખુલીને જીવવા માટે બનાવેલા સુંદર સ્થળોએ પણ! તમે જે પણ કરો એ બીજા લોકો દ્વારા અણગમાની નજરે જોવામાં આવે અને એ પણ ફ્કત એટલા માટે કે તમે સ્ત્રી ...Read More

2

સાચી ભેટ - (ભાગ -૨)

'રાહી' એક NGO સાથે કામ કરતી હતી અને ગરીબ પરિવારો અને જરૂરિયાત પ્રમાણે યુવાનો અને સ્ત્રીઓની મદદ કરતી હતી, એને શ્વેતા વિશે સાંભળ્યું તો સામેથી જ શ્વેતાને મળવા આવી પહોંચી હતી. શ્વેતા પાસે થી બધી જ વાત સવિસ્તર જાણ્યા પછી એને સમજાયું કે શ્વેતાનું મન ખુબ મક્કમ છે એટલે એ બીજાને ખુશ રાખવાના અથાક પ્રયત્ન કરે છે, રાહી એના કામ પ્રત્યે ખુબ સંવેદનશીલ અને ઈમાનદાર હતી, એણે શ્વેતાને કહ્યું, "હું એક NGOમાં કામ કરું છું, તમે જે કામ કરો છો એ જ કામ હું ઘણા લોકોની અને સરકારની મદદથી કરુ છું, મને ખર્ચ કરવા માટે રકમ અને મદદ કરવા ...Read More