જાસૂસનું ખૂન

(175)
  • 34.9k
  • 18
  • 16.7k

ડીટેક્ટીવ નાયાબ માકડનું રહસ્યમય રીતે થયેલું ખૂન. અમદાવાદના મુખ્ય ત્રણ છાપાના છેલ્લા પાને આ સમાચાર હતાં. હરમનનો આસીસ્ટન્ટ જમાલ આ સમાચાર વાંચી હાંફળોફાંફળો થઇ અને હરમન પાસે પહોંચ્યો હતો. હરમન ઓફિસમાં બેસી નાયાબ માકડના ખૂન વિશેની વાત જ છાપામાં વાંચી રહ્યો હતો. હરમનને છાપું વાંચતો જોઇ જમાલ ખુરશીમાં ફસડાઇ પડ્યો હતો. "નાયાબ માકડ મરી ગયો અને આપણે બંન્ને ફસાઇ ગયા. લેવાદેવા વગર કોર્ટમાં કાલે એની જોડે બબાલ થઇ હતી. કોર્ટમાં લગાડેલા સીસીટીવીમાં તમારા અને નાયાબના ઝઘડાનું રેકોર્ડીંગ પણ હશે જ અને ત્યાં પચાસ જણા સાક્ષી પણ હતાં કે જેમણે તમારા બંન્નેનો ઝઘડો જોયો અને સાંભળ્યો હતો. કાલે તમે આખો દિવસ ઘરે હતાં અને હું મારા ઘરે હતો. આપણા બંન્ને પાસે કોઇપણ સાક્ષી નથી કે આપણે બંન્ને પોતપોતાના ઘરે હતાં. મને લાગે છે કારણ વગર આ કેસમાં તમારી ફસામણી થઇ જશે." જમાલે પરસેવો લૂછતાં લૂછતાં હરમનને કહ્યું હતું.

Full Novel

1

જાસૂસનું ખૂન - ભાગ 1

જાસૂસનું ખૂન ભાગ-1 જાસૂસનો ખૂની જાસૂસ? ડીટેક્ટીવ નાયાબ માકડનું રહસ્યમય રીતે થયેલું ખૂન. અમદાવાદના મુખ્ય ત્રણ છાપાના પાને આ સમાચાર હતાં. હરમનનો આસીસ્ટન્ટ જમાલ આ સમાચાર વાંચી હાંફળોફાંફળો થઇ અને હરમન પાસે પહોંચ્યો હતો. હરમન ઓફિસમાં બેસી નાયાબ માકડના ખૂન વિશેની વાત જ છાપામાં વાંચી રહ્યો હતો. હરમનને છાપું વાંચતો જોઇ જમાલ ખુરશીમાં ફસડાઇ પડ્યો હતો. "નાયાબ માકડ મરી ગયો અને આપણે બંન્ને ફસાઇ ગયા. લેવાદેવા વગર કોર્ટમાં કાલે એની જોડે બબાલ થઇ હતી. કોર્ટમાં લગાડેલા સીસીટીવીમાં તમારા અને નાયાબના ઝઘડાનું રેકોર્ડીંગ પણ હશે જ અને ત્યાં પચાસ જણા સાક્ષી પણ હતાં કે જેમણે તમારા બંન્નેનો ઝઘડો જોયો ...Read More

2

જાસૂસનું ખૂન - ભાગ 2

જાસૂસનું ખૂન ભાગ-2 ડાયરી હરમન અને જમાલ બંન્ને દસ વાગે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. ઇન્સ્પેક્ટર પરમસિંહ પોલીસ સ્ટેશનમાં હમણાં જ આવ્યા હતાં અને હવાલદારોને સૂચના આપી રહ્યા હતાં. હરમને કેબીન પાસે આવી કેબીનનો દરવાજો ખોલી પોતાનું મોઢું પરમસિંહ દેસાઇને બતાવ્યું હતું. "અરે હરમન, આવી જા. હું તારી જ રાહ જોતો હતો." પરમસિંહ દેસાઇએ હવાલદારોને બહાર મોકલતા હરમનને અંદર આવવાનું કહ્યું હતું. "નાયબ માકડના ખૂન વિશે છાપામાં તો વાંચી જ લીધું હશે. મારે એ વિશે તને થોડા સવાલો પૂછવા છે. મને ખબર છે મારી અને તારી વચ્ચે સંબંધો બહુ સારા નથી પરંતુ તું ચિંતા ના કરતો મારા અને ...Read More

3

જાસૂસનું ખૂન - ભાગ 3

જાસૂસનું ખૂન ભાગ-3 બ્લેકમેલર પોલીસ સ્ટેશનમાં પહોંચી ઇન્સ્પેક્ટર પરમસિંહ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક લેબનો રીપોર્ટ વાંચવા લાગ્યા હતાં. શંકા સાચી નીકળી, હરમન. નાયાબ માકડનું ખૂન પ્લાસ્ટીકની પાતળી દોરીથી કરવામાં આવ્યું છે. આ પ્લાસ્ટીકની દોરી કપડાં સૂકવવામાં કે ગાંસડી બાંધવામાં વપરાતી હોય તેવી દોરી છે. ફોરેન્સીક લેબના રીપોર્ટ પ્રમાણે દોરી ઉપર કપડાં ધોવાના વોશીંગ પાવડરના કેટલાંક પાર્ટીકલ્સ મળ્યા છે. જેના પરથી એ વાત સાબિત થાય છે કે જે દોરી પર કપડાં સૂકવવામાં આવતા હશે એ દોરીનો ઉપયોગ કરી નાયાબ માકડને મારી નાંખવામાં આવ્યો છે. સીગરેટના ટુકડા ઉપર મળેલા ફીન્ગર પ્રિન્ટ પોલીસના રેકોર્ડમાં નથી માટે જેનો કોઇ ક્રિમિનલ રેકોર્ડ ના હોય ...Read More

4

જાસૂસનું ખૂન - ભાગ 4

જાસૂસનું ખૂન ભાગ-4 અડધું સાચું અડધું ખોટું રાજેશ ઝવેરી એમની પત્ની સુજાતા ઝવેરી સાથે બરાબર દસ વાગે સ્ટેશન આવી પહોંચ્યા હતાં અને ઇન્સ્પેક્ટર પરમસિંહ સાથે એમની કેબીનમાં બેઠાં હતાં. "મી. રાજેશ ઝવેરી, જો તમને વાંધો ના હોય તો હું તમારી સાથે એકલામાં વાત કરવા માંગુ છું." ઇન્સ્પેક્ટર પરમસિંહે કહ્યું હતું. "ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારી પત્ની છે, સુજાતા ઝવેરી અને હાઇકોર્ટમાં વકીલ પણ છે. માટે તમારે જે કંઇ પણ પૂછવું હોય એ મારી પત્નીની સામે જ મને પૂછી શકો છો. મારા જીવનની એવી કોઇ વાત નથી કે જે મારી પત્ની ના જાણતી હોય." રાજેશ ઝવેરીએ હસતાં હસતાં ઇન્સ્પેક્ટર સામે ...Read More

5

જાસૂસનું ખૂન - ભાગ 5

જાસૂસનું ખૂન ભાગ-5 ગૂઢ રહસ્ય હરમને ચપ્પુની મદદથી ગોળાકાર કિચેઇનને ખોલી નાંખ્યું ત્યારે ઇન્સ્પેક્ટર પરમસિંહ અને જમાલ હરમનની જેમ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં કારણકે ગોળાકાર કિચેઇનની અંદર ખાલી એક નાના છોકરાનો ફોટો હતો. નવાઈની વાત એ હતી નાના છોકરાના ફોટાને છુપાવવા માટે ગોળાકાર કિચેઇનને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે એ કિચેઇન ખુલી પણ શકે છે એવું કોઈને ખબર પણ ના પડે. "હરમન આ ફોટો કોનો હશે? મને લાગે છે કે આ ફોટો નાયાબ માકડના ખૂન કરનાર ખૂનીના બાળપણનો હશે કારણકે ફોટો જૂના જમાનાનો લાગે છે." ઇન્સ્પેકટર પરમસિંહે હરમન સામે જોઈ કહ્યું હતું. “આ કેસ ઘણો ...Read More

6

જાસૂસનું ખૂન - ભાગ 6

જાસૂસનું ખૂન ભાગ-6 અંધારામાં ગોળીબાર રાત્રે સાડાનવ વાગે હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને એમના ઘરેથી લઇને ગાડી મીતા પંડિતના તરફ લઇ લીધી હતી. જમાલ પણ હરમનની જોડે જ આવ્યો હતો. "હરમન, મીતા પંડિતના પતિને મળીને આપણને આ કેસમાં શું ફાયદો થશે એ મને સમજાતું નથી. જે માણસ સાત મહિનાથી પથારીમાં હોય એ માણસ આપણને શું જવાબ આપી શકવાનો જેને પોતાને જ આજે જ ખબર પડી હશે કે એની પત્ની મીતાને કોઇ બ્લેકમેલ કરી રહ્યું હતું. વિજય પંડિત તો આપણા કામમાં નહિ આવે પરંતુ તારા આ અંધારામાં ગોળીબાર કરવાની આદતના કારણે મીતા પંડિતનું ઘર ચોક્કસ તૂટશે." ઇન્સ્પેક્ટર પરમસિંહે ગાડીની આગળની સીટમાં ...Read More

7

જાસૂસનું ખૂન - ભાગ 7

જાસૂસનું ખૂન ભાગ-7 શંકાની સોય બરાબર સવારે નવ વાગે હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા બંન્નેની આંખો લાલ હતી. આખી રાતનો ઉજાગરો બંન્નેની આંખોમાં દેખાઇ આવતો હતો. ઇન્સ્પેક્ટર પરમસિંહ સવારે આઠ વાગે જ પોલીસ સ્ટેશન આવી ગયા હતાં. હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા એટલે એમણે એ બંન્ને માટે ચા મંગાવી હતી. "હરમન આ કેસ પાછળ તારે આખી રાતનો ઉજાગરો થયો લાગે છે. ઉજાગરો કરવાનો કોઇ ફાયદો થયો ખરો?" ઇન્સ્પેક્ટર પરમસિંહે ચા પીતા પીતા પૂછ્યું હતું. "ઇન્સ્પેક્ટર લાગે તો છે કે ઉજાગરાનો ફાયદો થયો હોય પરંતુ કેસની કેટલીક કડીઓ જોડાતી નથી. આપ દિવ્યેશ મહેતાને ફોન કરી ...Read More

8

જાસૂસનું ખૂન - ભાગ 8 - છેલ્લો ભાગ

જાસૂસનું ખૂન ભાગ-8 કપડાંની દોરી બની ફાંસીનો ફંદો બીજા દિવસે સવારે હરમન અને જમાલ પોલીસ સ્ટેશન નીકળ્યા ત્યારે જમાલના મનમાં એક પ્રશ્ન વાવાઝોડાની જેમ ચાલી રહ્યો હતો. જમાલે એ પ્રશ્નને પોતાની અંદર રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ એના પ્રશ્નને રોકી શક્યો ન હતો. "બોસ, એક સવાલ પૂછું? નાયાબનું ખૂન તમે તો કર્યું નથીને?" જમાલે એના મનમાં ઊભો થયેલો પ્રશ્ન હરમનને પૂછી લીધો હતો. હરમને ગાડી સાઇડમાં પાર્ક કરી અને ગુસ્સાથી એની સામે જોયું હતું. "આટલાં વર્ષોથી તું મારી જોડે છે. તને લાગે છે કે હું કોઇનું ખૂન કરી શકું? અને ખૂન કરવા માટે કોઇ હેતુ જોઇએ. નાયાબનું ...Read More