ગોળમટોળ નાનકડી બે આંખો નિયત સમયે અટકી અને ફરી રફતાર પકડી અદ્રશ્ય થઈ ગઈ. અને મને ફરી વિચારોના ચક્રવ્યૂહમાં ફસાવી દીધી. આજથી બે વર્ષ પહેલાં આ જ ફળિયામાં, આ જ હિંડોળે ઝૂલતાં અચાનક બે-ત્રણ ચીસો સંભળાઈ, સાથે એક ધડાકો પણ. આજુબાજુથી એક-બે જણાં બુમો પાડતાં, લાકડીઓ લઈને મારી સામે ધસી આવ્યા. ચૌદેક વર્ષની મને કોઈ વાતનો અંદાજો આવી રહ્યો નહોતો. બધાને મારી સામે દોડતાં આવતાં જોઈ મેં મારા બંને હાથથી મારા કાન ઢાંકયા અને કોણીઓથી ઢંકાય એટલી આંખો ઢાંકી દીધી. થોડી વારમાં જ જાણેકે સામેથી આવતું પૂર મને ધક્કો મારીને આગળ નીકળી ગયું. મારો રાજધાની એક્સપ્રેસની સ્પીડે વધી ગયેલા મારા શ્વાસને સહેજ રાહત થઈ. મેં પાછળ જોયું, તો લાઈટના થાંભલે એક વાંદરૂ ચોંટી ગયું હતું. બધાએ લાકડી મારી મારીને એને ત્યાંથી છૂટું કર્યું. પણ અફસોસ કે એને બચાવી શકાયું નહીં. કોઈએ લાઈટ વિભાગમાં જાણ કરી એટલે ત્યાંથી માણસો આવીને બધું રીપેર કરી ગયા.

New Episodes : : Every Tuesday & Sunday

1

વળગણ - 1

ગોળમટોળ નાનકડી બે આંખો નિયત સમયે અટકી અને ફરી રફતાર પકડી અદ્રશ્ય થઈ ગઈ. અને મને ફરી વિચારોના ચક્રવ્યૂહમાં દીધી. આજથી બે વર્ષ પહેલાં આ જ ફળિયામાં, આ જ હિંડોળે ઝૂલતાં અચાનક બે-ત્રણ ચીસો સંભળાઈ, સાથે એક ધડાકો પણ. આજુબાજુથી એક-બે જણાં બુમો પાડતાં, લાકડીઓ લઈને મારી સામે ધસી આવ્યા. ચૌદેક વર્ષની મને કોઈ વાતનો અંદાજો આવી રહ્યો નહોતો. બધાને મારી સામે દોડતાં આવતાં જોઈ મેં મારા બંને હાથથી મારા કાન ઢાંકયા અને કોણીઓથી ઢંકાય એટલી આંખો ઢાંકી દીધી. થોડી વારમાં જ જાણેકે સામેથી આવતું પૂર મને ધક્કો મારીને આગળ નીકળી ગયું. મારો રાજધાની એક્સપ્રેસની સ્પીડે વધી ગયેલા મારા ...Read More

2

વળગણ - 2

ચંપુ મને હવે ઓળખતું હતું. દિવસે દિવસે એનું કદ પણ વધ્યું. અને અસ્સલ એની મમ્મી જેવું દેખાવા લાગ્યું હતું. દોસ્તીને ત્રણ-ચાર મહિના થયા હશે, આજે પહેલી વાર એવું બન્યું કે ચંપુ એની જગ્યાએ નહોતું. મને બહું ખરાબ લાગ્યું, રોટલીનો ટુકડો ત્યાં મૂકી દઈ હું સ્કૂલે જતી રહી. સાંજે આવીને જોયું તો રોટલી એમજ પડી રહી હતી, પછી તો રોજ આમજ થવા લાગ્યું. રોટલી ગમે ત્યારે ગાયબ થઈ જતી પણ ચંપુ દેખાતું નહીં. મારા સ્કૂલના ટાઈમે એ ખાઈ જતું હશે કદાચ. સાંજે પણ હું એને જોતી તો એ વાંદરાના ટોળામાં ઉછળ-કૂદ કરતું, ધાબેથી કે ફળિયામાંથી થઈ ને આગળ વધી જતું. ...Read More