અધુરો પ્રેમ લાગણીનું સરગમ

(19)
  • 12.7k
  • 4
  • 6.4k

ક્રિશીલને જોતા જ તરલના મનમાં ધ્રાસકો પડ્યો.તે સ્વપ્ન લોકમાં છે કે ક્રિશીલ ખરેખર તેની સામે જ ઉભો છે તે બાબત તે માની શક્તિ ન હતી.અને માને પણ કઈ રીતે ?......... તરલના મગજમાં પાંચ વર્ષનો સમય 5જી કરતા પણ વધુ ઝડપે પસાર થઇ ગયો ,ક્રીશીલ અને તરલ કોલેજના દિવસોમાં જોડે અભ્યાસ કરતા હતા. ત્રણ વર્ષ સામાન્ય પ્રવાહ આર્ટ્સની કોલેજ દરમ્યાન છોકરાઓમાં ક્રિશીલ એને છોકરીઓમાં તરલ ખુબ જ નિયમિત હતા.બંને વચ્ચે દરેક નોટ્સની આદાનપ્રદાન થતી હતી.પરંતુ તે સમયે બંનેમાંથી એક બીજા પ્રત્યે કોઈને પણ પ્રેમ જેવી લાગણીનું તત્વ હતું નહિ.બંનેનો મુખ્ય વિષય અંગ્રેજી અને બંને વર્ગમા ટોપર હતા.આમ કરતા કરતા બંને

Full Novel

1

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 1

ભાગ-૧ ક્રિશીલને જોતા જ તરલના મનમાં ધ્રાસકો પડ્યો.તે સ્વપ્ન લોકમાં છે કે ક્રિશીલ ખરેખર તેની સામે જ ઉભો છે બાબત તે માની શક્તિ ન હતી.અને માને પણ કઈ રીતે ?......... તરલના મગજમાં પાંચ વર્ષનો સમય 5જી કરતા પણ વધુ ઝડપે પસાર થઇ ગયો ,ક્રીશીલ અને તરલ કોલેજના દિવસોમાં જોડે અભ્યાસ કરતા હતા. ત્રણ વર્ષ સામાન્ય પ્રવાહ આર્ટ્સની કોલેજ દરમ્યાન છોકરાઓમાં ક્રિશીલ એને છોકરીઓમાં તરલ ખુબ જ નિયમિત હતા.બંને વચ્ચે દરેક નોટ્સની આદાનપ્રદાન થતી હતી.પરંતુ તે સમયે બંનેમાંથી એક બીજા પ્રત્યે કોઈને પણ પ્રેમ જેવી લાગણીનું તત્વ હતું નહિ.બંનેનો મુખ્ય વિષય અંગ્રેજી અને બંને વર્ગમા ટોપર હતા.આમ કરતા કરતા બંને ...Read More

2

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 2

શ્રી ટી.એન.રાવ કોલેજ, રાજકોટ ખાતે બી.એડ.ની કોલેજમાં તાલીમનો અભ્યાસ કરતાં ક્રિશીલ અને તરલનો વાર્ષિક પાઠ હિરેન હોલ નજીક આવેલી પ્રકાશ હાઇસ્કુલ ખાતે હતો.ત્યાંથી રીક્ષામાં બેસી ક્રિશીલે નજીકમાં જે પણ સારો ઓર્થોપેડિક ડોક્ટર હોય ત્યાં ફટાફટ લઇ લેવા કહ્યું. તરલે ઘણો જ સમજાવ્યો હોવા છતાં ક્રિશીલ પોતાના વાર્ષિક પાઠ અંગે એક પ્રકારનો જુગાર રમી તેને હોસ્પિટલ લઇ જઈ રહ્યો હતો.(વાર્ષિક પાઠ એ તાલીમ લઇ રહેલા ઉમેદવારો દ્વારા બી.એડ.માં આપવામાં આવતો એક તાસના પ્રત્યક્ષ શિક્ષણની પરીક્ષા છે.જેના ગુણ વાર્ષિક પરિણામમાં ઉમેરાતાં હોય છે. અને એ વખતે આજની જેમ ઘરે બેઠા જેમ બી.એડ.ની ડીગ્રી મળી જાય છે તેવું ન હતું .એ વખતે ...Read More

3

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 3

આ બાજુ તરલ ક્રિશીલનું શું થયું હશે? તે અંગે વિચારતાં તેની રાહ જોતી ખુબ જ બેચેન મને બેસી રહી દવા લેવાથી તેનો દુઃખાવો થોડો ભલે ઓછો થઇ ગયો હતો.પરંતુ શરીર કરતાં મનની બેચેની એને વધુ પરેશાન કરી રહી હતી. ક્રિશીલ મંગલમ હોસ્પિટલ પહોચ્યો અને બનેલ આખી બાબત તરલને જણાવી ત્યારે તરલ ખુબ જ આનંદિત થઇ ગઈ અને મનોમન પોતાના મહાદેવનો આભાર માન્યો. હવે પ્રશ્ન એ હતો કે આવી હાલતમાં તરલને તેના ઘર સુધી કઈ રીતે પહોચાડવી? કારણ કે મંગલમ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ આમ તો ૮૫૦ મીટર જેટલું દુર હતું. પરંતુ તરલની હાલતના લીધે સ્પેશીયલ રીક્ષા કરીને જ જવું પડે ...Read More

4

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 4

રીપ્લાય આવ્યો ત્યારે આરાધનાએ જણાવ્યું કે, તે જાડેજા સાહેબની છોકરી આરાધના છે.ક્રિશીલ તરલના મેસેજ/કોલની રાહ જોતો ખુબ જ ઉત્સાહિત આ પ્રમાણે જાડેજા સાહેબની છોકરીનો મેસેજ આવ્યો એટલે તે થોડો અચંબિત થયો.પરંતુ વિવેક ખાતર તેને વાત કરી ખબર અંતર પુછ્યા. આ બાજુ આરાધના ક્રિશીલનો નંબર મળવાના કારણે અને તેની સાથે વાત કરવા મળી તેના કારણે ખુબ જ ખુશ થઇ ગઈ હતી.તે એ દિવસ પછી તો હવે દિવસમાં ઓછામાં ઓછી એક વાર ગમે તે બહાને મેસેજથી ક્રિશીલ સાથે વાત કરી લેતી હતી.આત્મીય ઇન્સ્ટીટયુટ, રાજકોટ ખાતે અભ્યાસ કરતી બી.ટેક.ની વિધાર્થીની અને રાજકોટ જેવા રંગીલા શહેરમાં જ જન્મથી ઉછરીને મોટી થયેલી અને મગજથી ...Read More

5

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 5

દેવશીભાઈ સાથે રાજકોટ આવી મંગલમ હોસ્પીટલમાં તરલ ચેક અપ કરાવવા આવી ત્યારે ફરી તેના મનમાં તે દિવસની ઘટના આકાર માંડી અને ક્રિશીલને યાદ કરી મનોમન રોમાંચિત થઇ ગઈ.એ દિવસ એના જીવનનું સંભારણું બની ગયો હતો. એમ કરતાં કરતાં દિવસો વીતી ગયા અને આ તરફ યુનીવર્સીટીની અંતિમ પરીક્ષા પણ આવી ગઈ.પરીક્ષાનું આજે પ્રથમ પેપર હતું.બંને આજે લાંબા સમય પછી અને ખાસ તો ક્રિશીલ દ્વારા તરલ સામે પ્રેમની અભિવ્યક્તિ કર્યા બાદ બંને સામસામે પ્રત્યક્ષ મળવાના હતા. ક્રિશીલને તો આગલી રાતે જ ચેન નહોતું.તો આ તરફ તરલની પણ આ જ હાલત હતી.સવારમાં બંને એક બીજાનો સામનો કેમ કરીશું એ મનોમંથન બંનેના મનમાં ...Read More

6

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 6

હરપાલસિંહનો ટાર્ગેટ એ હતો કે આરાધનાના દિલમાં ક્રિશીલ માટે નફરત જાગે તેવું કઈક કરવું.અને એને જે જોઈતું હતું તે રેકી વખતે જ એવી મહત્વની કડી એના હાથમાં આવી ગઈ કે જેનાથી એનું કામ હવે સીધેસીધું થઇ જાય તેમ હતું. હરપાલસિંહએ લગાડેલ ખબરીએ એટલી મોટી વિગત ક્રેક કરી હતી કે એ તો હરપાલસિંહના પપ્પાને પણ પોલીસ વિભાગમાં સરપાવ અપાવે તેવી બાબત બનવાની હતી. ક્રિશીલ વિશે તમામ તપાસ કરાવી લીધા પછી હરપાલસિંહ ક્રિશીલનો ખેલ કઈ રીતે પાડી દેવો તેની જોરદાર યોજના તેના ખુરાફાતી મનમાં તૈયાર કરી દિધી હતી.વાત એમ હતી કે ક્રિશીલના મિત્ર સિકંદરના પરિવારનો જાહેરમાં વ્યવસાય બાઈક લે-વેચનો હતો પરંતુ ...Read More

7

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 7

ક્રિશીલે તેના ઘરમાં આગળ પાછળ બધે જ જોયું.પરંતુ કોઈ જગ્યાએ સિકંદર ત્યાં હતો નહીં. દરવાજો ખુલ્લો જોવા મળતા જ સમજી ગયો કે સિકંદર તેને હાથતાળી આપીને અહીંયાથી ફરાર થઇ ગયો છે.કિર્શીલ માટે હવે ખરી મોટી મુસીબત આવી હતી કે તે શું કરે? તેના મનમાં ઘણીવાર સુધી મનોમંથન ચાલ્યું કે સામેથી તે પોલીસ સ્ટેશન જઈને સાચી વાતની જાણ પોલીસને કરે કે સિકંદર તેના ઘરે રાત્રે આવ્યો હતો આશરો માગવા માટે અને તેને સમજાવ્યો પણ હતો સરેન્ડર કરવા માટે પરંતુ તે ફરાર થઈ ગયો છે કે દોસ્તીનું માન રાખી જાણે કઈ જ થયું નથી તેમ રહે? પણ તેને ક્યાં ખબર હતી ...Read More