Adhuro Prem Lagninu Sargam - 1 books and stories free download online pdf in Gujarati

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 1

ભાગ-૧
ક્રિશીલને જોતા જ તરલના મનમાં ધ્રાસકો પડ્યો.તે સ્વપ્ન લોકમાં છે કે ક્રિશીલ ખરેખર તેની સામે જ ઉભો છે તે બાબત તે માની શક્તિ ન હતી.અને માને પણ કઈ રીતે ?......... તરલના મગજમાં પાંચ વર્ષનો સમય 5જી કરતા પણ વધુ ઝડપે પસાર થઇ ગયો ,
ક્રીશીલ અને તરલ કોલેજના દિવસોમાં જોડે અભ્યાસ કરતા હતા. ત્રણ વર્ષ સામાન્ય પ્રવાહ આર્ટ્સની કોલેજ દરમ્યાન છોકરાઓમાં ક્રિશીલ એને છોકરીઓમાં તરલ ખુબ જ નિયમિત હતા.બંને વચ્ચે દરેક નોટ્સની આદાનપ્રદાન થતી હતી.પરંતુ તે સમયે બંનેમાંથી એક બીજા પ્રત્યે કોઈને પણ પ્રેમ જેવી લાગણીનું તત્વ હતું નહિ.
બંનેનો મુખ્ય વિષય અંગ્રેજી અને બંને વર્ગમા ટોપર હતા.આમ કરતા કરતા બંને કોલેજ પુરી કરી ત્યારે પરિણામમાં બંનેના કુદરતી સંજોગે સરખા સરખા જ ૭૦.૧૪ % આવ્યા. બંને વચ્ચે કોલેજમાં કે વોટ્સએપના માધ્યમથી થતી વાત ખુબ જ ઔપચારિક હતી. બંને કાયમ અભ્યાસ બાબતે જ ચર્ચા કરતાં હતા. ટી.વાય.બી.એ.નું પરિણામ આવ્યા બાદ બંનેએ સાથે જ નક્કી કર્યું કે સારી બી.એડ. કોલેજમાં પ્રવેશ મેળવી લઇ આગળની કારકિર્દી શિક્ષકના વ્યવસાયમાં જોડાઈ જવું.
તે બંનેએ આર્ટસ કોલેજ પોતાના ગામથી નજીકના અંતરે હોવાથી ત્યાં જ રહીને કરી હતી.પરંતુ બી.એડ. માટે રોજનું ૪૦ કિમી. અપ ડાઉન સાથે કરવું પડતું હતું.બંને બસમાં જોડે જ આવતાં જતા હતા. બંને એક જ સમાજના હોય તેઓના માં-બાપને પણ આ બાબતે કોઈં વાંધો હતો નહિ. બંને બસમાં રોજ એક બીજા સાથે વાત કરતાં ત્યારે બંનેની વિચારધારા એકસરખી જ હોય જાણે એક બીજા માટે જ બન્યા હોય તેમ લાગતું. બી.એડ.ના પ્રથમ સેમ.ના અંત સુધી તો બંનેને એકબીજા માટે પ્રેમની લાગણી મહેસુસ થવા માંડી.(કારણ કે આમ પણ લાંબો સમય સહવાસ ધરાવતા તે પ્રત્યે ફીલિંગ આવી જ જાય)
પરંતુ બંને એકબીજાનો આદર કરતાં હોય નિર્દોષ દોસ્તી તૂટી જવાના ડરે કોઈ પહેલ કરતુ નહિ. આમને આમ બી.એડ.ના વાર્ષિક પાઠનો સમય આવી ગયો.(એ વખતે બી.એડ. બે જ સેમ. માં પૂર્ણ થઇ જતું હતું.)
બી.એડ.ના વાર્ષિક પાઠ વખતે જ તરલનો પગ જે શાળામાં તેને વાર્ષિક પાઠ આપવાનો હતો ત્યાં જ પાઠ આપ્યા બાદ સ્ટાફ રૂમ તરફ જતા દાદર ઉતરતા મચકોડાઈ ગયો.દર્દથી તે ખુબ જ પીડાતી હતી. ક્રિશીલનો પણ તે જ શાળામાં પાઠ હતો.પરંતુ તેનો તાસ અંતિમ હોય વારો આવ્યો ન હતો.જેથી તે સ્ટાફ રૂમમાં રાહ જોઈ બેસી રહ્યો હતો. તરલ દાદર પર જ ફસડાઈ પડી માટે વિધાર્થીઓ જે બહાર કોઈને કોઈ કામથી ફરતા હતા તે દોડી આવ્યા. તે બધાની મદદ લઇ તરલ સ્ટાફ રૂમ સુધી આવી.થોડી વાર બાદ તેના પગે દર્દ ખુબ જ વધી ગયું. શાળામાં ઉપલબ્ધ પ્રાથમિક સારવાર તેને આપવામાં આવી પરંતુ કઈ જ ફર્ક ના લાગ્યો.ક્રિશીલનો વાર્ષિક પાઠ હજી બાકી હતો. પરંતુ આ બાજુ તરલનું દર્દ પણ અસહ્ય થતું જતું હતું , અને ત્યાં તેને મદદ કરી શકે તેમ હોય તો તે માત્ર તે જ હતો. ક્રિશીલ પહેલેથી ખુબ જ સેવાભાવી હતો. જો કદાચ તરલની જગ્યાએ બીજા કોઈને પણ પોતાના વાર્ષિક પાઠના ભોગે દવાખાને લઇ જવાનું હોતું તો પણ એ વિચાર ન કરતો જયારે અહિયાં તો તેની વ્હાલી તરલ દર્દથી કણસી રહી હતી. ક્રીશીલના વાર્ષિક પાઠમાં હવે બે જ પીરીયડ વચ્ચે હતા. અને રાજકોટ જેવા શહેરમાં દવાખાને જઈ તે પરત આવી પાઠ આપી શકે તેવી શક્યતા ખુબ જ ઓછી હતી. તરલે એને ખુબ જ સમજાવેલો કે તું તારો પાઠ આપ.પરંતુ ક્રિશીલ તાત્કાલિક નિર્ણય લઇ કોઈને જાણ કર્યા વગર તરલને લઇ રીક્ષા કરી દવાખાને પહોચી ગયો.