જૂન મહિના ની ધોમ ધખતી એ બપોર હતી. તાપ માં સુકાઈ ને સાવ બરડ થઈ ગયેલા સાગ ના પાન ને ઉડાડતો ગરમ પવન ડુંગરો પર ભાગદોડ કરી રહ્યો હતો અને આ ડુંગરો ની વચ્ચે જાણે કોરાના કાળ ની પહેલે થી ખબર હોય એમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા ઝુંપડા એ ડુંગરાળ પ્રદેશ માં વેરાયેલા પડ્યા હતા. જેમાં અલગ તરી આવતી હતી એ પંચાયત ની ઓફીસ જેમાં વગર પંખા એ કપાળ પર થી પરસેવો લૂછતો હાર્દિક બેઠો બેઠો એના તલાટી ની નોકરી લેવા ના નિર્ણય ને ભાંડતો હતો. એવું નહોતું કે એને નોકરી ગમતી નહોતી, પણ ભ્રષ્ટાચાર અને રાજકારણીઓ ની ટાંગ અડાવવાની વૃત્તિ એ એને એક મહિના ની નોકરી માં જ અણગમો થઈ ગયો હતો. "સાહેબ, આ ફોર્મ ભરવાનું છે." દરવાજા પર એક ૧૫-૧૬ વરસ ની છોકરી હાથ માં કાગળો લઈ ને ઉભી હતી. હાર્દિકે હકાર માં માથુ ધુણાવ્યું. છોકરી અંદર આવી કાગળ ટેબલ પર મૂકી ઉભી રહી. નોકરી ના અણગમા ની અસર હાર્દિક ના વર્તન પર પણ થોડી પડી હતી. તેને છોકરી ને બેસવાનું કહેવાની તસ્દી લીધા વિના કાગળો લઈ ભરવા માંડ્યો. એ જાતિ ના દાખલા નું ફોર્મ હતું. હાર્દિકે અંદાજ લગાવી લીધો કે છોકરી કદાચ ૧૦ કે ૧૨ માં ધોરણ માં હશે અને જાતિ ના પ્રમાણપત્ર ની જરૂર હશે. હાર્દિકે ફોર્મ ભરી ને આપ્યું. "સાહેબ, કશું આપવાનું?"

1

પંચાયત - 1 - લાંચ

જૂન મહિના ની ધોમ ધખતી એ બપોર હતી. તાપ માં સુકાઈ ને સાવ બરડ થઈ ગયેલા સાગ ના પાન ઉડાડતો ગરમ પવન ડુંગરો પર ભાગદોડ કરી રહ્યો હતો અને આ ડુંગરો ની વચ્ચે જાણે કોરાના કાળ ની પહેલે થી ખબર હોય એમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા ઝુંપડા એ ડુંગરાળ પ્રદેશ માં વેરાયેલા પડ્યા હતા. જેમાં અલગ તરી આવતી હતી એ પંચાયત ની ઓફીસ જેમાં વગર પંખા એ કપાળ પર થી પરસેવો લૂછતો હાર્દિક બેઠો બેઠો એના તલાટી ની નોકરી લેવા ના નિર્ણય ને ભાંડતો હતો. એવું નહોતું કે એને નોકરી ગમતી નહોતી, પણ ભ્રષ્ટાચાર અને રાજકારણીઓ ની ટાંગ અડાવવાની વૃત્તિ ...Read More

2

પંચાયત - 2 - જંગલ ની જ્યોત

ફાગણીયો પુર બહાર માં ખીલ્યો હતો. જંગલ ની જ્યોત એ આખા વગડા જોડે હોળી રમી હોય તેમ આખો વગડો રંગે રંગાઈ ગયો હતો. હાર્દિક એની ઓફીસ માં બેઠો બેઠો કુદરત ની આ કલા ને નીરખતો વિચારી રહ્યો હતો કે "યે કૌન ચિત્રકાર હૈ?""અરે પેલું ઉંબાડિયું કાઢી લે દેવતા વધારે છે." હાર્દિક નું ધ્યાન ઓફીસ ની પાછળ આવેલા ખેતર માં રમતા છોકરાઓ પર ગયું.છોકરાઓ કેસુડા ના ફૂલ ને પાણી ઉકાળી હોળી માં રમવા માટે રંગ બનાવી રહ્યા હતા.હાર્દિક ઘડી ભર જોતો રહ્યો. ગામડા ની આ જિંદગી સાવ સાદી પરંતુ કુદરત ની નજીક નું હતી. શહેર ના કેમિકલ અને પેસ્ટીસાઇડ નો ...Read More