રાઈનો પર્વત

(7)
  • 25.4k
  • 10
  • 10k

સ્થળ: કિસલવાડી [જાદુની તૈયારી કરતી જાલકા રાત્રે અંધારામાં પ્રવેશ કરે છે.] જાલકા: (સ્વગત) મંત્રની સાધના કરવી એમાં મુશ્કેલી નથી, પણ, રાઈને તે વખતે આઘે કેમ રાખવો એ મુશ્કેલ છે. એ પાસે હોય તો બધો ખેલ બગડી જાય. એને કાંઈ સમજાવીને દૂર રાખવો પડશે. (બૂમ પડે છે) રાઈ ! રાઈ ! [રાઈ હાથમાં પુસ્તક લઈ પ્રવેશ કરે છે.] રાઈ: જાલકા ! તેં મને બૂમ પાડી ? હું એ ઓરડીમાં દીવે વાંચતો હતો, ત્યાં મને ભણકારા પડ્યા. જાલકા: વાંચવાનો તને વખત મળે છે, અને, બાગ સંભાળવાનો વખત મળતો નથી. આ વાડી સંભાળ વગર ખરાબ થઈ જશે. જો ! (વૈતાલીય) કળિયો મુખ અર્ધું ખોલિને અટકી આ જલ વીણ શોષથી; ગુંચવે ઉગતી સુ-વેલિને, તૃણ કાંટા વધિ આસપાસથી. ૧ રાઈ: ત્યારે તું મને પુસ્તકો શા માટે આણી આપે છે ? માળીઓએ પુસ્તકો કરતાં ઝાડ ઉપર વધારે લક્ષ આપવું જોઈએ એ કબૂલ કરું છું પણ, મેં તને ઘણી વાર કહ્યું

Full Novel

1

રાઈનો પર્વત - 1

રમણભાઈ મહીપતરામ નીલકંઠ અર્પણજે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે,અધિકારિ તે મધુમક્ષિકા એ મધુતાણી પહેલી ઠરે;તુજ સ્પર્શથી મુજ કંઈ સ્વપ્નસમું જે લાધિયું,જીવનસખી ! તે તુજ વિના રે ! જાય કોને અર્પિયું ? નાટકનાં પાત્ર પુરુષવર્ગ પર્વતરાય : કનકપુરનો રાજાકલ્યાણકામ : પર્વતરાયનો પ્રધાનપુષ્પસેન : પર્વતરાયનો સેનાપતિશીતલસિંહ : પર્વતરાયનો એક સામંતદુર્ગેશ: પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)વંજૂલ : કલ્યાણકામનો આશ્રિતરાઈ : કિસલવાડીમાંનો માળીજગદીપદેવ : રત્નદીપદેવનો પુત્ર --૦૦૦-- સ્ત્રીવર્ગ લીલાવતી : પર્વતરાયની રાણીવીણાવતી : પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રીસાવિત્રી : કલ્યાણકામની પત્નીકમલા : પુષ્પસેનની પુત્રીમંજરી : લીલવતીની દાસીલેખા : વીણાવતીની દાસીજાલકા : કિસલવાડીમાંની માલણઅમૃતાદેવી : રત્નદીપદેવની રાણી --૦૦૦-- સિપાઈઓ, નોકરો, ...Read More

2

રાઈનો પર્વત - 2

અંક બીજો પ્રવેશ ૧ લો સ્થળ : કનક્પુરની કચેરી [કલ્યાણકામ અને પુષ્પસેન કચેરીમાં બેઠેલા પ્રવેશ કરે છે.] કલ્યાણકામ: પુષ્પસેનજી! મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું? પુષ્પસેન: કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ. કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે ...Read More

3

રાઈનો પર્વત - 3

અંક ત્રીજોપ્રવેશ ૧ લો સ્થળ : દુર્ગેશનું ઘર. [દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.] દુર્ગેશ : પ્રિય ! આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે. કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી. દુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી. કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો. દુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના ...Read More

4

રાઈનો પર્વત - 4

અંક ચોથો પ્રવેશ ૧ લો સ્થળ : રુદ્રનાથનું મંદીર. [જાલકા અને શીતલસિંહ પ્રવેશ કરે છે. ] શીતલસિંહ : આજે કલ્યાણકામે મને બોલાવીને કહ્યું કે પૂજારણને પૂછજો કે મહારાજની આજ્ઞા હોય તોઇ તેમને નગરમાં પ્રવેશ કરવાનું મુહૂર્ત રાજજોશી પાસે નક્કી કરાવીએ. જાલકા : રાઈને મુહૂર્તની દરકાર નથી, પણ પર્વતરાય-રૂપ ધરત રાઈ ને પણ પર્વતરાય પેઠે મુહૂર્ત અનુસાર પ્રવૃત્તિ કરવી પડશે. છ માસ પૂરા થાય છે, માટે તે પછીનું મુહૂર્ત જોવડાવી વેળાસર ખબર મોકલાવશો એટલે નગરમાં આવવાની સવારી વિશે મહારાજ સૂચના મોકલશે. શીતલસિંહ : રાઈએ કાલે રાતે બને તેટલા વહેલા ભોંયરામાં દાખલ થઈ જવું જોઈએ. સવારીનું મુહૂર્ત બહાર પડશે એટલે લોકો ...Read More

5

રાઈનો પર્વત - 5

અંક પાંચમો પ્રવેશ ૧ લો સ્થળ : કલ્યાણકામની હવેલી. [સાવિત્રી, કમલા, વંજુલ અને બીજાઓ રસ્તે પડતા રવેશમાં બેઠેલાં પ્રવેશ છે. ઘણાં સ્ત્રી-પુરુષો રસ્તે બે બાજુએ ઊભાં છે. ] કમલા : સવારી અહીં આવી પહોંચતાં સુધી સૂર્ય રોકાય અને આથમે નહિ એવી સિદ્ધિ વંજુલમિશ્ર, તમારા બ્રહ્મતેજ વડે કરો કે જેથી સવારી અહીં આવે ત્યારે મહારાજનું મોં બરાબર જોઈ શકાય. સાવિત્રી: રુદ્રનાથથી સવારી નીકળી ચૂકેલી છે એમ ખબર આવી છે, તેથી અંધારું થતાં પહેલાં સવારી આ ઠેકાણે આવશે ને વંજુલના બ્રહ્મતેજનોઇ ખપ નહિ પડે. વંજુલ : નહિ તોયે ક્યાં કમલાદેવીને અમારા બ્રહ્મતેજ અપ્ર શ્રદ્ધા છે! કોઈ દહાડો એમને ત્યાં ભોજન કે ...Read More

6

રાઈનો પર્વત - 6

અંક છઠ્ઠો પ્રવેશ ૧ લો સ્થળ : રંગિણી નદીનો કિનારો. [ જગદીપ નદીતટે શિલાપર બેઠેલો પ્રવેશ કરે છે. ] : આ રમણીય સ્થળ આટલું પાસે છતાં અહીં હું કદી આવ્યો જ નથી, એ કેવું નવાઈ જેવું ! કિસલવાડી અને કનકપુર વચ્ચે હું બહુ ફર્યો છું, અને આખું કનકપુર ફરી વળ્યો છું. પણ, કનકપુર મૂકીને ઉત્તરે આ પહેલાં હું કદી આવ્યો જ નથી, એ કેવું ! પણ આઘે નદી બાગમાં થઈને જાય છે, અને, બાગમાં અગાડી મોટું મકાન દેખાય છે, તોપણ શીતલસિંહ મને આ તરફ કદી લાવ્યા નથી, અને એ મકાન વિશે મને તેમણે કાંઈ માહિતી આપી જ નથી ! ...Read More

7

રાઈનો પર્વત - 7 - છેલ્લો ભાગ

અંક સાતમો પ્રવેશ ૧ લો સ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ. [જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે] એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે. જગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી? દુર્ગેશઃ માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે. જગદીપઃ શીતલસિંહ ! કેવું આશ્ચર્ય ! શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે 'આપ રાજા થવા યોગ્ય છો' અને મને વિનંતિ કરેલી કે 'મને ...Read More