તુસી હો ગ્રેટ બડ઼ે પાપા

(0)
  • 5.3k
  • 1
  • 2k

ત્રણેક વરસની અત્યંત કુમળી વયે મારી જનેતાનું એક અસાધ્ય બીમારીમાં નિધન થયું હતું ! મને તો બિચારાને માતાના દૂધનો સ્વાદ પણ યાદ નહોતો . માતાના અવસાન બાદ હું મારા મોટા ભાઈ પંકજ અને નાની બહેન ભાવિકા સાથે અમારા વતનમાં મોટી બા પાસે રહેતો હતો ! હાંસોટ રહેવા ગયા ને ત્રીજે દિવસે જ એક ગમખ્વાર ઘટના બની હતી. અમારી પડોશ માં રમેશ કાકા રહેતા હતા. તેમની નિજ ની ખેતી વાડી હતી. ઘરની ઘોડાગાડી પણ હતી. તે દિવસે ખેડૂતો ગાડી માં ખેતર ની ઉપજ લઈ તેમને બતાવવા ઘરે આવ્યા હતા. બે પાંચ મિનિટ નું જ કામ હતું. આથી તેમણે ઘોડા બાંધ્યા નહોતા. તે જોઈ રમેશ કાકા નો તોફાની છોકરો અશોક ઘોડા ગાડી માં ચઢી ગયો હતો. એટલું જ નહીં પણ અમને બંને ભાઈઓ ને ઘોડાગાડી માં બેસાડી દીધા હતા. તે પોતાના પિતાજી જોડે વારંવાર ઘોડા ગાડી માં જતો આવતો હતો. ઘોડા ગાડી કેમ ચાલે છે? તેણે સગી આંખે નિહાળ્યું હતું. તેનું આંધળું અનુકરણ કરતાં ડચકારા બોલાવ્યા અને ઘોડા ગાડી ચાલવા લાગી. પછી તેને શું સૂઝયું? તેણે ઘોડાને ચાબુક ફટકારી ને ઘોડા દિશા બદલી ઉલટી દિશામાં દોડવા લાગ્યા.

1

તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 1

ત્રણેક વરસની અત્યંત કુમળી વયે મારી જનેતાનું એક અસાધ્ય બીમારીમાં નિધન થયું હતું ! મને તો બિચારાને માતાના દૂધનો પણ યાદ નહોતો . માતાના અવસાન બાદ હું મારા મોટા ભાઈ પંકજ અને નાની બહેન ભાવિકા સાથે અમારા વતનમાં મોટી બા પાસે રહેતો હતો ! હાંસોટ રહેવા ગયા ને ત્રીજે દિવસે જ એક ગમખ્વાર ઘટના બની હતી. અમારી પડોશ માં રમેશ કાકા રહેતા હતા. તેમની નિજ ની ખેતી વાડી હતી. ઘરની ઘોડાગાડી પણ હતી. તે દિવસે ખેડૂતો ગાડી માં ખેતર ની ઉપજ લઈ તેમને બતાવવા ઘરે આવ્યા હતા. બે પાંચ મિનિટ નું જ કામ હતું. આથી તેમણે ઘોડા બાંધ્યા નહોતા. ...Read More

2

તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 2

સ્ટેશન ભણી તેઓ આગળ વધી રહ્યા હતા . તે જ વખતે સત્યમના દિમાગમાં ખ્યાલ જાગ્યો ! ' મારે રવિની કાઢવા જવું જોઈએ ! ' આથી તેણે ફ્લોરાને અરજ કરી . ' મને રવિનું સરનામું આપીશ . હું કાલે યા તો પરમ દિવસે તેની ખબર જોવા જઈ આવીશ ! ' તે સાંભળી ફ્લોરાએ સૂચન કર્યું હતું . તમારે આવવું હોય તો સાથે જ આવી જાવ . તમને ઘર ગોતવા ની મહેનત નહીં કરવી પડે ! ' ' ઇટ ઈઝ રાઇટ ! સારો સુઝાવ છે ! હું હમણા જ તારી સાથે આવું છું . તે પહેલાં હું ઘરે ફોન કરી લઉં ...Read More

3

તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 3

ક્ષિતિજની આંખો નું નૂર દિવસે દિવસે ઘટતું જતું હતું. તેની આંખો ની નિયમિત રીતે તપાસ જારી હતી. એક વાર તેના મોઢે કહી દીધું હતું. " તું હવે કાંઈ નહીં કરતો. ધીરે ધીરે તારી આંખો નું નૂર જતું રહેશે. " ક્ષિતિજ બી કોમ માં ફર્સ્ટ ક્લાસ માં પાસ થયો હતો. તે સી એ કરવા માંગતો હતો. પણ તેની મનસા મનમાં જ રહી ગઈ હતી. તેણે હતાશ થઈ સઘળા હથિયાર હેઠા મૂકી દીધા હતા. નકારાત્મક સ્વભાવ તેને વારસામાં મળ્યો હતો. દરેક વસ્તુમાં તેને અનિષ્ટ થવાના ભણકારા વાગતા હતા. દરેક ચીજમાં તેને ગંદકી દેખાતી હતી. તેના ઈલાજ તેમજ ટ્રેનિંગ માટે તેને બ્લાઇન્ડ ...Read More