Tusi ho great bade Papa - 2 in Gujarati Classic Stories by Ramesh Desai books and stories PDF | તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 2

Featured Books
Share

તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 2

સ્ટેશન ભણી તેઓ આગળ વધી રહ્યા હતા . તે જ વખતે સત્યમના દિમાગમાં ખ્યાલ જાગ્યો ! ' મારે રવિની ખબર કાઢવા જવું જોઈએ ! ' આથી તેણે ફ્લોરાને અરજ કરી . ' મને રવિનું સરનામું આપીશ . હું કાલે યા તો પરમ દિવસે તેની ખબર જોવા જઈ આવીશ ! '

તે સાંભળી ફ્લોરાએ સૂચન કર્યું હતું . તમારે આવવું હોય તો સાથે જ આવી જાવ . તમને ઘર ગોતવા ની મહેનત નહીં કરવી પડે ! '

' ઇટ ઈઝ રાઇટ ! સારો સુઝાવ છે ! હું હમણા જ તારી સાથે આવું છું . તે પહેલાં હું ઘરે ફોન કરી લઉં ! '

પબ્લિક ટેલિફોન બૂથ પરથી તેણે ફોન કરી નિરાલીને સંદેશો આપ્યો .

' મને આવતા મોડું થશે ! '

અને ૧૫ મિનિટમાં જ તેઓ રવિના ઘરે પહોંચી ગયા . તેને જોઈ રવિએ ધન્યતાની લાગણી અનુભવી .તેની તબિયતની જાણ થતાં જ સત્યમ તેની પાસે દોડી આવ્યો હતો . તે જોઈ રવિએ ભાવુક બની તેને સવાલ કર્યો હતો !

' ભારતીય ભાઈ તમે અહીં આવ્યાં તે બદલ હું ગદગદિત થઈ ગયો છું . પણ તમારે સાંજના ગરદીના સમયે અહીં સુધી આવવાની કોઈ જરૂર નહોતી ! '

' દોસ્તી , મિત્રતામાં આ તો એકમેકની ફરજ બની જાય છે ! '

તે વખતે ફ્લોરા પાણીના બે ગ્લાસ લઈને બહાર આવી . એક ગ્લાસ તેણે સત્યમને આપ્યો અને બીજો રવિની બાજુમાં પડેલી ટીપોઇ પર મૂકી કમળાનું એક પડીકું ખોલી સૂચના આપી :

' રવિ ! આ કમળાની દવા છે .તેને પાણી સાથે પી લે ! '

' આ તું ક્યાંથી લાવી ? '

' હું ભારતીય ભાઈ સાથે જઈ ભૂલેશ્વરથી લઈ આવી છું . ચાર પડીકાંનો કોર્સ છે .તેને પૂરો કરવાથી કમળો મૂળથી મટી જાય છે ! '

તે સાંભળી રવિની આંખોમાં હરખના આંસૂ આવી ગયા ! તેણે સત્યમનો આભાર માન્યો .

' દોસ્તી , યારીમાં થેંક્સ કે સૉરીનો કોઈ અવકાશ નથી હોતો . આ શબ્દોનો ઉપયોગ દોસ્તી , લાગણીના સંબંધની ગરિમા ઘટાડે છે ! આ પડીકાં ગુણકારી કરી છે .તેને લેતા વેંત જ તું સાજો માજો થઈ દોડવા લાગી જશે ! '

' તમારા મોઢામાં ઘી સાકર ! '

બન્ને વાતચીત કરી રહ્યા હતા ! તે જ વખતે ફ્લોરા કોફી લઈને હોલમાં દાખલ થઈ ! તેને જોઈ રવિએ આગ્રહપૂર્વક સત્યમને કહ્યું :

' તમારે જમીને જવું પડશે ! ફ્લોરાના જન્મ દિને હું તમને ટ્રીટ પણ ના આપી શક્યો .'

આ ટાણે આવા બધા વિચારો ના કરવાના હોય ! તું પહેલાં સાજો નરવો થઈ જા ! હું બીજી વાર આવીશ ત્યારે જરૂરથી તારે ત્યાં જમીશ ! '

' પ્રૉમિસ ? '

' જેંટલ્મેન પ્રૉમિસ ! '

રવિને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ આપી બાય કહી તે ઘરમાંથી નીકળી ગયો !

ઘરે પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ચૂક્યા હતા !

નિરાલીએ સ્વભાવિક પૃચ્છા કીધી !

' કેમ આજે મોડું થયું ? '

તેના જવાબમાં સત્યમે સઘળી અથઇતિ બયાન કરી દીધી !

કપડાં બદલી સત્યમ જમવા બેઠો .

નિરાલીએ તેની થાળી પીરસતા માહિતી આપી !

' અનિકેત ભાઈ આવ્યાં હતા ! તેમણે તમને આવતી કાલે સાંજના તેમની ઑફિસે બોલાવ્યા છે ! '

' શું કામ છે ? તેણે કંઈ જણાવ્યું નહીં ? '

' મેઁ પૂછવાની કોશિશ કરી પણ તેઓ પરેશાન જણાઈ રહ્યા હતા . આ હાલતમાં મને વિશેષ પૂછવું ઠીક ના લાગ્યું ! '

' ઠીક છે ! ' કહી સત્યમેઁ તેના પુત્રા ક્ષિતિજ વિશે સવાલ કર્યો !

' બસ તેને માટે તો એક જ પ્રવૃતિ બચી છે ! મોટે અવાજે ટી વી ચાલું કરી ગીતો સાંભળવા અને દુનિયા ભરની ક્રિકેટ વિશે કૉમેંટટેટરી સાંભળવી ! '

ટી વી ગીતો રમત ગમત કે અન્ય કાર્યક્રમો લાઇવ જોવા માટે હોય છે અને તેનો દીકરો આ બધું જોઈ શકતો નહોતો .તે વાતની સ્મૃતિ થઈ આવતા સત્યમના હૈયે વેદનાની ટીશ ઊપડી . .તેની સમસ્યાની યાદેં સત્યમની આંખોના ખુણા ભીના કરી દીધા ! તે સાથે જ એક ઘટના સત્યમની આંખો સામે નર્તન કરવા માંડી !

એક દિવસ રાતના બારેક વાગ્યા પછી ક્ષિતિજ ના જાણે કેમ મોટા અવાજે રડવા લાગ્યો હતો . તેને છાનો રાખવાની માતા પીતાએ અગાધ કોશિશ કરી હતી . પણ તેનું રુદન શમતું નહોતું .આ હાલતમાં સત્યમ તેને તેડીને નીચે લઈ ગયો હતો ! છતાં પણ તેનું રુદન અટકતું નહોતું .

સત્યમ તે દિવસે ખૂબ જ થાકી ગયો હતો . તેને ઉંઘ આવતી હતી .આરામની પણ સખત જરૂર હતી . આ હાલતમાં તેણે થોડી પળો માટે તેને રાતના અંધકારમાં એકલો છોડી દીધો . બસ આ જ વાત તેના દિમાગમાં ઘૂસી ગઈ હતી .તેની આવી નાદાનીને કારણે ક્ષિતિજની આવી હાલત થઈ હતી . અને પોતાની આદત મુજબ દોષનો ટોપલો પોતાને માથે ઢોળી પરેશાન થઇ રહ્યો હતો .પતિની હાલત નિહાળી તેની ભીતર ચાલતા ધમાસાણ વિચારોના ધાડાને પારખી લઇ નિરાલીએ તેના પતિને ધરપત દીધી હતી .

' તમે તો જાણો છો . દિવાળીમાં ફટાકડાના તોતિંગ અવાજને કારણે તેની આંખો વાંકી થઈ ગઈ છે ! અને પછીની વાત તેની નિયતિની છે . આ ભગવાનની મરજી છે . તેની ઇચ્છા વિના ના તો કંઈ થાય છે ના તો તેની સામે લડી શકાય છે .તેની આવી હાલત માટે અમારા જ કુટુમ્બની કોઈ વ્યક્તિ જવાબદાર છે , કોઈ પૂર્વજ જવાબદાર છે , જેણે આપણા પરિવારના એક થી વધારે લોકોને આ રોગની લહાણી કરી છે ! '

જમીને સત્યમે સૂવાની કોશિશ કરી પણ અનિકેતની અણધારી મુલાકાતે તેને મૂંઝવણમાં મૂકી દીધો ! અને તે પુનઃ સુહાનીના અતીતમાં ખેંચાઈ ગયો !

બીજે દિવસે સાંજના ઑફિસથી નીકળી સત્યમ સીધો જ અનિકેતની ઑફિસમાં પહોંચી ગયો .

તેને જોઈ અનિકેતે પેક અપ કરી લીધું અને બંને પડખે જ આવેલી સાઉથ ઇંડિયન હોટેલમાં દાખલ થયા .

આ હોટેલના સમોસા ખૂબ જ સ્વાદિષ્ટ હતા . સત્યમ ઘણી વાર તેના સાઢૂભાઈ જોડે આ હોટેલમાં આવ્યો હતો . તેણે અનેક વાર સમોસાંનો આસ્વાદ માણ્યો હતો .

તેઓ બંને ખૂણામાં એક ટેબલ પર બેઠા . એક માણસ પાણીના ગ્લાસ મૂકી ગયો . સત્યમે અડધો ગ્લાસ પાણી પીધું . તે જ વખતે એક વૈટર આવીને મેનુ કાર્ડ આપી ગયો ..તેના પર ધ્યાન ના આપતા અનિકેતે તેને રોકી ઑર્ડર આપ્યો :

' દો પ્લેટ સમોસા ! '

થોડી વારે વૈઇટર આવીને સમોસાંની બે પ્લેટ ગોઠવી ગયો !

સત્યમને ભૂખ લાગી હતી . તે ઝટપટ એક અકરાંતિયાની માફક સમોસાં ઝાપટી ગયો . તે જોઈ સમોસાંનો પહેલો ટુકડો ચટણીમાં બોળી મોઢામાં મૂકતાં અનિકેતે સવાલ કર્યો :

' બીજી પ્લેટ મંગાવું ? '

' શું વિચાર છે ? મારું પેટ ગોદામ છે કે શું ? સત્યમે વાતવરણ હળવું કરવાના આશયે મજાક કરતા સામો સવાલ કર્યો .

તે પોતાના અસલી મૂડમાં નહોતો ! આ વાતનો સત્યમને અહેસાસ હતો .તે સચ્ચાઈ જાણવા માંગતો હતો .છતાં તેણે ચુપકીદી સેવી હતી . તે સચ્ચાઈ અનિકેતના મોઢે જ સુણવા માંગતો હતો . અને તેને વિશ્વાસ હતો . અનિકેત ખુદ આગળ આવીને બધી વાત કરશે !

લગભગ ૧૫ મિનિટ તેણે સમોસાં ખાવામાં ખર્ચ કરી નાખી .છતાં તે હજી પણ ખામોશીને ધારણ કરીને બેઠો હતો . સત્યમની સબૂરીની હદ આવી ગઈ હતી . આ હાલતમાં તેણે પોતાના સિદ્ધાંતની વિરુદ્ધ જઈ સવાલ કર્યો .

' અનિકેત ! વૉટસ ધી મેટર ? '

સાંભળીને અનિકેતે પોતાના ગજવાંમાંથી એક ચિટ્ઠી કાઢી સત્યમના હાથમાં થમાવી દીધી હતી !

ચિટ્ઠી વાંચી સત્યમની આંખે અંધારા આવી ગયા !

તેણે જિંદગીમાં અનેક ભૂલો કરી હતી . આ બધાનો તેણે નિખાલસપણે સ્વીકાર કર્યો હતો . પણ તેણે કરેલી બે અહમ ભૂલોએ તેનો સર્વનાશ કર્યો હતો . આ વાત તેણે પોતાના પત્રમાં ઈમાનદારી પૂર્વક સ્વીકારી હતી !

એક પોતાની માતાના પગલે ચાલી તે મહાન જૂઠાણું હાંકી તેના માજી આશિક વિપુલના બર્થ ડે નિમિતે હોટેલમાં ગઈ હતી . હસમુખ અને તેની પત્નીએ પણ તેને પાર્ટીમાં જોડાવાનો આગ્રહ કર્યો હતો . આ પાર્ટીમાં અનીસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું .આ બધી વાતોને સપાટી પરથી જ મૂલવીએ તો તેમાં કોઈ ભયંકર કાંડની ગંધ આવતી હતી !

તે દિવસે પાર્ટીમાં ખરેખર શું થયું હતું ?

વિપુલ જાણતો હતો . તેના કહેવાથી સુહાની પાર્ટીમાં નહીં આવે . તે ખાતર તેણે અનીસને પણ પાર્ટીમાં શામેલ કર્યો હતો .છતાં સુહાની તૈયાર થઈ નહોતી . પણ હસમુખની પત્નીએ તેને મનાવી લીધી .

પાર્ટીની વાતથી લલિતા બહેન બિલકુલ અજાણ હતા !

એક અહેવાલ પ્રમાણે પૂરી રાત હર કોઈ સાથે હતું . ડિનર બાદ બધાએ સાથે મળીને પોર્ન ફિલ્મની મજા માણી હતી .તે જોઈ અનીસ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો હતો . તેણે સુહાનીને પડખાંમાં ઘાલી તેને ચુંબનથી નવરાવી દીધી . તે જોઈ બધા જ ચકિત થઈ ગયા . તે જોઈ હસમુખ પણ રંગમાં આવી ગયો હતો . તેણે પોર્ન ફિલ્મના દ્રશ્યોને પોતાની પત્ની સાથે જીવંત કરી દીધા હતા !

ત્યાર બાદ સૂતી વખતે સુહાનીએ દૂધ મંગાવ્યું હતું . તે પીધા પછી સુહાની બેહોશ થઈ ગઈ હતી . ત્યાર બાદ શું થયું હતું ? સુહાનીને તેની કોઈ ગતાગમ નહોતી !

સવારે ઉઠી ત્યારે ?

અનીસ નિઃવસ્ત્ર હાલતમાં તેની પડખે સૂતો હતો અને તેના શરીરના બધા જ કપડા ગાયબ હતા !

રાતના શું બન્યું હતું ? તેની સુહાનીને ગંધ આવી ગઈ હતી !

તેમની આ હાલત ૬ સગી આંખોએ નિહાળી હતી !

સચ્ચાઈ સ્વીકાર્યા વગર છૂટકો પણ નહોતો . અનીસ સાથેના સંબંધથી તે પ્રેગ્નન્ટ બની હતી . આ વાતે તે ફફડી ઉઠી હતી .

અનીસે પણ તેનો ગુનો કબૂલી લીધો હતો !

તે રાતે શું બન્યું હતું ? આ વાતની વિપુલને જ જાણ હતી .તેને પણ હસમુખ ગમતો નહોતો . કદાચ તેથી જ તેણે દોષનો ટોપલો હસમુખ પર ઢોળી દીધો હતો !

તેણે જ ઘરે જઈને શોભા બહેનને હવાલો આપ્યો હતો !

' મને તો આ હસમુખના જ કારસ્તાન લાગે છે . બાકી મને નથી લાગતું કે અનીસ આવું કરી શકે ! '

આ વાતને જૂઠી માનવાનું પણ કોઈ કારણ નહોતું . સુહાનીની મોટી મમ્મી શોભા બહેન તેમના ભત્રીજાના લક્ષણ જાણતા હતા !

જે કંઈ થયું હતું તે ખોટું જ થયું હતું . હવે તેને બદલી શકાય તેમ નહોતું .

પણ કદાચ તેને કારણે જ સુહાનીની જિંદગીનો કરુણ અંજામ આવ્યો હતો ! આ વાત કોઈ વિસરી શકતું નહોતું .

વિપુલનો અહેવાલ જાણી સત્યમ પણ ગુસ્સે ભરાયો હતો . તેને વિશ્વાસ હતો . સુહાની તેને વધારે માનવા લાગી હતી .આ વાતથી ગુસ્સે ભરાઈ તેણે સુહાની પર ક્રૂર બદલો વાળ્યો હતો . તેના પર બળાત્કાર કરી તેને બદનામીની રાહ ધકેલી દીધી હતી !

હકીકત જાણી અનિકેત તૂટી ગયો હતો . તેના તો બન્ને છેડે જખ્મોંના પોટલા લટકતા હતા !

ઘરમાં તેની મા એ પોતાના સ્વાર્થ ખાતર સુહાનીને મોતનો માર્ગ લેવા ઉક્સાવી હતી અને બહાર હસમુખ એન્ડ મંડળીએ તેનું જીવવું અકારું કરી દીધું હતું !

જતાં જતાં સુહાનીએ એક અહમ ખુલાસો કર્યો હતો !

' આ બધા મામલામાં મારા જીજુ અને મોટા ભાઈનો કોઈ જ વાંક નથી . તેમણે જે કંઈ કર્યું હતું તે મારા હિત ખાતર કર્યું છે અને મારા કહેવાથી કર્યું છે . ! '

ત્યાર બાદ અનિકેતની નજરમાં સત્યમના માન પાન વધી ગયા હતા !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પડીકાંનો કોર્સ પૂરો થતાં રવિ ચંદ્રનનો કમળો જડમૂળથી મટી ગયો ! રહી રહીને તે પોતાની મંગેતરનો બર્થ ડે ના મનાવી શકવાનો અફસોસ થતો હતો ! પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો હતો !

સત્યમ નિયમિત પણે ફ્લોરાને રવિના ખબર અંતર પૂછતો હતો ! છતાં ફરી એક વાર સત્યમ તેના ઘરે જવા માંગતો હતો .ફ્લોરા પણ તેના ઘરે જઈ રહી હતી . આ હાલતમાં તેણે ફ્લોરાને વિનમ્રતાથી સવાલ કર્યો હતો !

' શું હું તારી સાથે રવિના ઘરે આવી શકું ? '

' સ્યોર ! ' ફ્લોરાએ કહ્યું હતું . પણ તેની બૉડી લેંગ્વેજ કંઈ બીજું જ સૂચવી રહી હતી . જેનો સત્યમને કોઈ અંદાજ નહોતો !

ઑફિસ છૂટ્યા બાદ બંને સાથે જ બહાર નીકળ્યા હતા ! તેમની જાણ બહાર તેમની પીઠ પાછળ તરેહ તરેહની ગોસિપ થતી હતી ! પણ તેમને કોઈની ચિંતા નહોતી .બંનેને એકમેકમાં વિશ્વાસ હતો .તેમના જીવન સાથી પણ બન્ને વચ્ચેની આત્મીયતાથી માહિતગાર હતા !

બંને ફરી વાર સાથે ઘરે ગયા હતા . તે જોઈ રવિની આંખોમાં અણગમાના ભાવ ઉપસી આવ્યાં હતા ! તેણે સ્વાભવિક સવાલ કર્યો હતો !

' હવે તો ઘર જોયું હતું ને ? '

તેના સવાલથી સત્યમને પોતાની ભૂલ સમજાઈ હતી . તેના ઘરમાં રવિની માતા તેમ જ તેની ઓરમાન બહેન પણ ઉપસ્થિત હતા . તેઓ શું વિચારશે ?

સત્યમને વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો હતો . તે મોઢેથી તો કંઈ બોલી શક્યો નહોતો . તેણે આંખો ઝુકાવી રવિની માફી માંગી લીધી . તેણે પણ મૂક પણે તેની માફીનો સ્વીકાર કરી લીધો ! તેણે કાન પકડ્યા હતા . હવે પછી તે રવિ કે ફ્લોરાને ફરિયાદ કરવાનો મોકો નહીં આપે !

રવિની તબિયત સારી હતી . તેનો એકરાર કરતા , તેનો આભાર માનતા રવિએ કહ્યું હતું !

' તમારા થકી જ હું આટલો જલ્દી સાજો થઈ ગયો છું . આવતી કાલથી ડ્યૂટી પણ રિઝ્યુમ કરી રહ્યો છું . '

' ધેટ્સ ગ્રેટ ! છતાં તબિયતનું ખાસ ધ્યાન રાખજે . ખાવાપીવાની પરેજી બરાબર પાળજે ! '

' થેંક્સ ભારતીય ભાઈ ! '

સત્યમને ઈંડાની ઓમ્લેટ બહું જ ભાવતી હતી !

તેની યાદ આવતા ફ્લોરાએ તેને માટે ઓમ્લેટ બનાવી હતી . તેથી સત્યમને ખુશી નીપજી હતી .

તેણે ખૂબ જ હોંશપૂર્વક ઓમ્લેટ ખાધી હતી . તેની કૉફી ઠંડી પડી ગઈ હતી . તે જોઈ ફ્લોરાએ ઓફર કરી હતી .

' કોફી ગરમ કરી લાવું ? '

' ના એની કોઈ જરૂર નથી ! '

' ભારતીય ભાઈ ! તમને એક સવાલ પૂછી શકું ? '

' હા બોલને ! તેમાં પરવાનગી ના લેવાય ! '

' તમે આટલી જલ્દી દરેક સ્થિતિમાં એડજસ્ટ થઈ જાવ છો !? '

' આ નો પૂરો જશ તો હું મારા પિતાને આપીશ . તેમણે મને એક બહું જ સારી વાત શીખવાડી હતી .' આપણે દુનિયામાં કોઈ પણ ચીજની આસક્તિ નહીં રાખવી જોઈએ .આ જોઈએ , તે જોઈએ તેની ખેવના રાખવી ના જોઈએ .દુનિયામાં આપણને જોઈતી બધી જ વસ્તુ મળી જતી નથી . આપણને જે કંઈ મળ્યુ છે તેની સાથે જ ખુશી ખુશી જીવતા શીખવું જોઈયે ! Our life is what our thoughts make it '!

તેની વાત સાંભળી બંને ખુબજ પ્રભાવિત થઈ ગયા . રવિ તેની પ્રશંસા કરતા અનાયાસ સચ્ચાઈ સુધી પહોંચી ગયો .

' ભારતીય ભાઈ ! તમે તો એક લેખક ફિલૉસોફરની જેમ વાત કરી રહ્યા છો ! '

' યુ સેઇડ ઇટ ! હું ખરેખર એક લેખક છું ! મારી અનેક વાર્તાઓ છપાઈ ચૂકી છે ! '

' ઇટ્સ ગ્રેટ ! '

સત્યમ તેમના ઘરે થી બહાર નીકળ્યો !

૦૦૦૦૦૦૦૦૦૦૦

સત્યમે એક વાર સોન્યા પાસે પેન માંગી હતી !

તે સાંભળી સોન્યાએ તેને કહ્યું હતું !

' બહેન જોઈતી હશે તો પણ મળશે ! '

તેણે કહેલી વાતથી સત્યમ માનવા પ્રેરાયો હતો . પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા તે ફ્લોરાની બદબોઈ કરતી હતી . આ વાતથી સત્યમ સતત નારાજ રહેતો હતો ! કોઈને નીચા પાડી પોતાને મોટા બનાવવાની સોન્યાની આદત નિહાળી સત્યમના હૈયે તેના પ્રતિ નફરતની લાગણી જગાડી હતી ! તે સદાય કેથોલિક સમાજની નકારાત્મક વાતોને વાગોળતી હતી !

સોન્યા તેની વાતમાં ગમ્ભીર હતી . પણ સત્યમને તેની વાતમાં ના તો કોઈ દિલચસ્પી હતી ના તો કોઈ

 

ભરોસો ! તે સોન્યાથી સેફ ડિસ્ટેન્સ રાખતો હતો .

તે સત્યમની બહેન બનવા ચાહતી હતી .પણ તે જાણતી નહોતી ! સંબંધો આપણી મરજીથી નથી બની જતાં . કહેવાય છે લગ્ન ઉપરથી જ નક્કી થઈને આવે છે . તેવી રીતે દરેક સંબંધનું . તેનું ઘડતર પણ ભગવાન જ કરે છે ! '

સત્યમે તેની અવગણના કરી હતી . તેથી જ તેણે ફ્લોરા પર બદલો વાળ્યો હતો .

અમૂલની દુકાનમાં ફ્લોરા બિલકુલ ઝીરો હતી . તે કોઈને મસ્કો લગાડતા આવડતું નહોતું !

મેનેજમેન્ટની નજરમાં ઈમાનદાર તેમજ મહેનતી હોવાનો દાવો કરતા બહુધા સ્ટાફ સભ્યો તેમની ગેર હાજરીમાં ના જાણે શું શું કરતા હતા ? ફ્લોરા આ બિરાદરીમાં શામેલ નહોતી . તે કામને સમયે કામ કરતી હતી અને નવરાશની પળોમાં સાથી સભ્યો જોડે ટોળ ટપ્પા કરતી હતી , મસ્તી મજાક કરતી હતી . તેનો રિપોર્ટ પણ મેનેજમેન્ટ રાખતી હતી .

રશ્મિનો પિતરાઈ ભાઈ રમણ પણ સાથે જ ઑફિસમાં કામ કરતો હતો . તે પોતાની બહેનને ખૂબ જ દાબમાં રાખતો હતો . તેની બધી જ હરકતો પર કડી નજર રાખતો હતો . શરૂઆતથી જ તેને ફ્લોરા પ્રત્યે કોઈ પ્રકારનો પૂર્વાગ્રહ હતો . તે કેથોલિક હતી .આ વાતનો તેને પ્રોબ્લેમ હતો . તે એવું માનીને ચાલતો હતો . તેઓ જબરજસ્તી કરી અન્ય કોમના લોકોનું ધર્મ પરિવર્તન કરી તેમને

 

કેથોલિક બનવાની ફરજ પાડે છે !

તેણે જ સત્યમ અને ફ્લોરાના સંબંધને લઈ સવાલ કર્યો હતો !

' શા માટે કોઈને બહેન માનવી જોઈએ ? '

' તેમાં જ ફાયદો છે ને ? .' તેના કોઈ સાગરીતે હાથ તાળી દઈ સવાલ કર્યો હતો !

સત્યમ માટે ઑફિસનું વાતવરણ અસહ્ય બની રહ્યું હતું .

૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )