એક પંજાબી છોકરી

(18)
  • 10.2k
  • 0
  • 4.7k

આ વાર્તા છે પંજાબના હોશિયાર પુરમાં રહેતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક સુંદર મજાની છોકરીની છે,જેનું નામ સોનાલી હતું.સોનાલીની આંખો ખૂબ જ તેજસ્વી અને બદામ આકારની હતી તેની આંખોમાં એક અલગ જ મસ્તી હતી,તેના હોઠ એકદમ ગુલાબની પાંદડી જેવા ગુલાબી અને નાજુક હતા.તેના વાળ ખૂબ જ મોટા,ચમકદાર અને એકદમ રેશ્મી સીધા હતા.તેના કાન એકદમ સસલાં જેવા અને નાક નાનું અને સુંદર આકારનું હતું.તેના નેણ હંમેશા આંખોની સાથે ફરી કંઇક કહી જતા.તેનો ચહેરો એકદમ ગોળ અને ખૂબ જ સુંદર મજાનો હતો.તે આશરે પાંચેક વર્ષની એક નાની બાળા હતી. સોનાલીના ઘરમાં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી અને એક વર્ષનો ભાઈ હતો તેનું નામ વીર હતું.

1

એક પંજાબી છોકરી - 1

આ વાર્તા છે પંજાબના હોશિયાર પુરમાં રહેતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક સુંદર મજાની છોકરીની છે,જેનું નામ સોનાલી હતું.સોનાલીની આંખો જ તેજસ્વી અને બદામ આકારની હતી તેની આંખોમાં એક અલગ જ મસ્તી હતી,તેના હોઠ એકદમ ગુલાબની પાંદડી જેવા ગુલાબી અને નાજુક હતા.તેના વાળ ખૂબ જ મોટા,ચમકદાર અને એકદમ રેશ્મી સીધા હતા.તેના કાન એકદમ સસલાં જેવા અને નાક નાનું અને સુંદર આકારનું હતું.તેના નેણ હંમેશા આંખોની સાથે ફરી કંઇક કહી જતા.તેનો ચહેરો એકદમ ગોળ અને ખૂબ જ સુંદર મજાનો હતો.તે આશરે પાંચેક વર્ષની એક નાની બાળા હતી. સોનાલીના ઘરમાં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી અને એક વર્ષનો ભાઈ હતો તેનું નામ વીર હતું.તે ખૂબ ...Read More

2

એક પંજાબી છોકરી - 2

હવે વીર અને સોનાલી તેમની મજાક,મસ્તી અને અપાર પ્રેમને સાથે રાખી થોડા મોટા થાય છે એટલે કે વીર પાંચ અને સોનાલી નવ વર્ષની થાય છે તે સમયે સોનાલીના ઘરની બાજુમાં એક નવા પાડોશી રહેવા માટે આવે છે જે લોકો મૂળ જલંધરના છે અને તે પણ બ્રાહ્મણ પરિવારના હોવાથી આવતાની સાથે જ એકબીજા સાથે હળી મળી જાય છે.તે ઘરમાં એક દસ વર્ષનો છોકરો સોહમ તેના મમ્મી પપ્પા હોય છે.તે લોકો પહેલી વખત સોનાલીના ઘરે આવે છે.તેમાં સોહમના મમ્મી દેખાવમાં એક નવવધુ જેવા શણગાર સજેલા,હાઇટમાં આશરે છ ફૂટ ઊંચા, એકદમ લાંબા અને કાળા વાળ,આંખો મોટી અને ચમકદાર અને તેમાં અલગ ખુશી, ...Read More

3

એક પંજાબી છોકરી - 3

સોનાલીનો પરિવાર અને સોહમનો પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસી જમે છે.સોહમના મમ્મી કહે છે દીદી હું તમારી સાથે બેસીશ.તે સોનાલીના મમ્મીને દીદી કહી બોલાવે છે અને તે બંને બધા જમી લે તે પછી જમવા બેસે છે સોનાલી, સોહમ અને વીર પણ તેમના મમ્મીની સાથે જ જમે છે.વીર હવે થોડો મોટો થયો હોવાથી થોડું થોડું જમી લે છે.તેને સ્યુલ ખૂબ પસંદ છે તેથી તે ખાય છે.તેના મમ્મી તેને જમાડવાનું કહે છે પણ તે જાતે જ જમવાની જીદ પકડે છે અને જાતે જ બધું જમે છે. ત્યારપછી સોનાલીના મમ્મી અને સોહમના મમ્મી વાસણનું અને રસોડાનું કામ પતાવી દે છે,ત્યાંથી સોહમના ...Read More

4

એક પંજાબી છોકરી - 4

સોહમના મમ્મીએ ખૂબ પ્રેમથી કહ્યું,એટલે સોનાલીના મમ્મી હા કહી દે છે અને ફોન મૂકી તેમના સાસુને પણ આ વાત છે.સોહમના મમ્મી વીર અને સોનાલીને પૂછે છે, "બતાવો પૂતરજી તુસી કી ખાના પસંદ કરોગે."સોનાલી કહે છે આંટી કંઈ પણ બનાવી દો અમે ગમે તે ખાય લેશું પછી તે પાછા વીરને પૂછે છે,તો વીર કહે છે કોફતા,ત્યારે સોનાલી તેને ખીજાતા કહે છે વીર આંટી જે પ્રેમથી બનાવી આપે તે જમી લેજે,તો આંટી તેને વચ્ચે જ ટોકતા કહે છે સોનાલી બેટા એમાં શું થયું?તમને ભાવતું બનાવી આપું તો જમવાની વધુ મજા આવે.સોહમને પણ કોફતા ખૂબ ભાવે છે એટલે આજે કોફતાનું શાક અને ...Read More

5

એક પંજાબી છોકરી - 5

હવે આ ફેમસ કપલ એટલે હીર અને રાંઝા ની વાત કરવામાં આવી છે આની સ્ટોરી ખૂબ જ ફેમસ છે તેમને યોગ્ય પાત્રો ગોતવા તે સ્કૂલના સ્ટાફ મેમ્બર ને ખૂબ જ અઘરું લાગે છે પણ તેઓ વારાફરતી એક એક લોકોના ઓડિશન લે છે.એમ કરતાં આજનો સ્કૂલનો દિવસ પૂરો થઈ જાય છે પણ સર, ટીચર ને આ સ્ટોરી માટે નું કોઈ જ પરફેક્ટ પાત્ર મળતું નથી.બધા બાળકો છૂટી જાય છે અને સોહમ,સોનાલી અને વીર પણ ઘરે આવે છે સોનાલી ઘરે આવી મમ્મીને કહે છે કે મમ્મી અમારી શાળામાં નેશનલ લેવલે નાટકનું આયોજન થવા જઈ રહ્યું છે અને સર અને મેમ બધા ...Read More

6

એક પંજાબી છોકરી - 6

સોનાલી ખૂબ સુંદર રીતે પોતાનું ઓડિશન આપે છે તે પોતાની આદાઓથી બધા જ લોકોને ખુશ કરી દે છે સોનાલીની વાણી અને લાગણીભર્યો સ્વભાવ હીર ના પાત્ર માટે ઉતમ સાબિત થાય છે. હવે રાંઝાના પાત્ર માટે યોગ્ય પાત્ર શોધવાની વાત આવે છે તે માટે બધા ક્લાસમાંથી બધા બોયઝનું ઓડીશન એક પછી એક લેવાય છે પણ રાંઝાના પાત્ર મુજબનું કોઈ જ પાત્ર મળતું નથી અને છેલ્લે સોહમનો ક્લાસ બાકી રહે અને અને એક પછી એક બધાના ઓડીશન લેવાય જાય છે અને અંતે સોહમ બાકી રહે છે અત્યાર સુધીમાં કોઈ જ પાત્ર મળયું નથી.બધા ઉદાસ થઈ જાય છે. અંતમાં સોહમ ઓડીશન આપવા ...Read More

7

એક પંજાબી છોકરી - 7

સોનાલીના મમ્મી તેમના સાસુને પૂછે છે તમને શું થયું? તમે કેમ ઉદાસ છો? સોનાલીના દાદી કહે છે.શું સોહમ અને વચ્ચે કંઇક છે? ત્યારે સોનાલીના મમ્મી કહે છે મને નથી લાગતું હજી સુધી કે એમના વચ્ચે કંઇક છે એવું.સોનાલીને તો પ્રેમ એટલે શું ? તેની પણ સમજ નથી તમે ચિંતા ના કરો બીજી કંઈ નહીં હોય અને હોય તો પણ વાંધો શો છે? સોહમ બધી રીતે સારો છે.સુંદર છે,સુશીલ છે,પ્રેમાળ છે,ગુણવાન છે.સોનાલીના દાદી કહે છે હા એ બધું તો સાચું પણ ખબર નહીં કેમ સોનાલી અને સોહમ ની જોડી વિશે સાંભળી મને જરા પણ ખુશી ના થઈ.ત્યાં સોનાલી અને વીર ...Read More

8

એક પંજાબી છોકરી - 8

સોહમના મમ્મી સોહમ અને સોનાલી માટે કંઇક સરપ્રાઈઝ લઈને આવે છે.સોનાલીને અને સોહમને જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે સોહમના મમ્મી એવું તે શું લઈને આવ્યા છે.સોહમથી હવે રહેવાતું નથી એટલે તે કહે છે, કહો ને મમ્મી તમે શું લાવ્યા છો? સોહમના મમ્મી પહેલા સોનાલીને એનું સરપ્રાઈઝ આપે છે સોનાલી તે ગિફ્ટ ખોલે છે તો તેમાં હીરના પાત્ર માટે પહેરવાનો પોશાક હોય છે અને તેની મેચિંગ જવેલરી અને જે જે વસ્તુની જરૂર પડે તે બધું જ હોય છે.સોનાલી તો આ જોઈ ખૂબ જ ખુશ થઈ જાય છે અને હવે સોહમને એમનમ જ અંદાજ આવી જાય છે કે એના માટે ...Read More

9

એક પંજાબી છોકરી - 9

સોહમના પપ્પા થોડા દિવસ રોકવવાના હોવાથી હીર અને રાંઝા નું એટલે કે સોહમ અને સોનાલી નું નાટક જોઈ શકશે.બધા લે છે અને પછી સોનાલીનો પરિવાર એના ઘરે જાય છે. સોનાલી ખૂબ જ થાકી ગઈ હોવાથી સૂઈ જાય છે અને સવારે સ્કૂલે જાય છે.આજે સ્કૂલમાં સોહમ અને સોનાલી એ સાથે પ્રેક્ટિસ કરવાની હોય છે તેથી પ્રાથૅના પછી તે બંને પ્રેક્ટિસ માટે જાય છે અને તે બંને એકમેકની આંખમાં આંખ પરોવીને ડાન્સ કરે છે આ જોતાં જ સર મેમ ખુશ થઇ જાય છે કે તેમને એક ઉત્તમ પાત્રને આ નાટક માટે પસંદ કર્યા છે.સોહમ અને સોનાલી ઘરે આવે છે અને જમીને ...Read More

10

એક પંજાબી છોકરી - 10

લાસ્ટમાં સરે કહ્યું હતું કે આ નાટક કરવા માટે આપણે લોકોએ બહાર જવાનું છે અને પછી સરે કહ્યું ક્યાં છે તે પહેલાં ફિક્સ નહોતું એટલે તમને આગાઉ જાણ કરવામાં આવી નથી. હવે ફાઈનલ થઈ ગયું છે કે આપણે નાટક માટે મુંબઈ જવાનું છે.તો બધા મુંબઈ જવા માટેની તૈયારી કરી લ્યો.આ સાંભળી સોનાલી તો એકદમ જ ચોકી ઉઠે છે અને ચાલુ ક્લાસમાં જ બધા વચ્ચે જોરથી બોલી પડે છે.શું મુંબઈ જવાનું છે?તેની એક ફ્રેન્ડ તેને હચમચાવીને કહે છે શું થયું તને સોનાલી? કેમ તું આમ એકદમ જ ચોકી ઉઠી? ત્યારે સોનાલી હોશમાં આવે છે અને પોતાની ચારે તરફ જોવે છે, ...Read More

11

એક પંજાબી છોકરી - 11

સોનાલી સોહમને ગુડ નાઈટ કહીને તરત એના ગ્રુપમાં મેસેજ જોવે છે અને તેમાં એવું કહેલું હોય છે કે નાટક બધા સ્ટુડન્ટ્સ એ ત્રણ દિવસ આગાઉ જવાનું છે અને તેમના પેરન્ટ્સ માત્ર એક જ દિવસ નાટકના દિવસે ત્યાં આવી શકશે.આ વાંચી સોનાલી ફરી પાછી સેડ થઈ જાય છે અને સોહમ પણ ગ્રુપમાં આ મેસેજ જુએ છે અને ફરી પાછો સોનાલીને મેસેજ કરે છે કે સોનાલી તું ચિંતા ના કરતી તારા પેરન્ટ્સ તને ના નહીં કહે, આપણી સાથે સર મેમ તો હશે જ ને ! સોનાલી સોહમનો મેસેજ જુએ છે પણ કોઈ જવાબ આપતી નથી.તે આખી રાત સૂઈ શકતી નથી.સવારે તે ...Read More

12

એક પંજાબી છોકરી - 12

સોહમ સોનાલીને એકધારું જોયા કરતો હતો તેથી ગુસ્સે થઈ સોનાલી એ સોહમને જોરથી પેટમાં માર્યું.સોહમ ચીસ પાડી ઉઠયો, પછી શું છે યાર?તું આજે એટલી સુંદર લાગે છે કે હું તારા ચહેરા પરથી નજર હટાવી જ ના શક્યો.સોનાલી કહે છે એટલે તો તારી નજર હટાવી મેં અને તને ડ્રીમમાંથી બહાર લઈ આવી.સોહમ હસતાં હસતાં કહે છે તું સેરની છો સોનાલી.તને પટાવવી કોઈ પણ બોયઝ માટે બહુ મુશ્કેલ છે.સોનાલી બોલે છે બસ બસ મજાક છોડ, ચાલ આપણે કંઇક નાસ્તો કરીએ મને બહુ ભૂખ લાગી છે.આટલા વખતની દોસ્તીમાં સોનાલીએ પહેલી વાર સોહમ સાથે આવી મસ્તી કરી હતી અને આજે તો તેને સોહમને ...Read More

13

એક પંજાબી છોકરી - 13

સોનાલી જેવા નાટક માટેના કપડાં હાથમાં લે છે,તે રડવા લાગે છે.તે આજુબાજુ બધે જ જુએ છે પણ તેને ક્યાંય દેખાતું નથી.ઘણીવાર થઈ તો પણ સોનાલી આવી નહીં તેથી સોનાલીના મમ્મી તેના ચેન્જિંગ રૂમમાં આવે છે.તો સોનાલી ખૂબ રડતી હોય છે સોનાલીના મમ્મી તેની પાસે દોડી આવે છે ને પૂછે છે શું થયું બેટા? તું કેમ આમ રડે છે.સોનાલી પોતાના પહેરવાના કપડાં બતાવે છે.તે જોઈ સોનાલીના મમ્મી પૂછે છે.આ કેવી રીતે ફાટી ગયા.તું પહેરવા ગઈ અને ફાટ્યા હોય તેવું તો લાગતું નથી.સોનાલી રડતા રડતા જ બોલે છે.મમ્મી હું અહીં કપડાં રાખી તમને મળવા આવી હતી અને પાછી આવી તો મારા ...Read More

14

એક પંજાબી છોકરી - 14

રાંઝા ઝાડ નીચે બેસી બાંસુરી વગાડતો.આ બધું સોહમ હવે એક્શન સાથે પ્રસ્તુત કરે છે.તે પણ બાંસુરી પકડીને બેઠો છે પાછળથી મ્યુઝિક વાગે છે સ્ટોરી આગળ વધે છે રાંઝાને એક પીર બાબા મળે છે અને તે રાંઝાના દુઃખને સમજી જાય છે તેથી તે રાંઝાને હીર પાસે મોકલે છે. હવે હીરની એન્ટ્રી પડવાની હોય છે જેમાં સોનાલીની જરૂર પડશે.સોહમ ખૂબ જ ચિંતામાં હતો અને તે મનોમન વિચાર કરતો હતો કે સોનાલીને હિરનો પોશાક મળ્યો હશે?શું થયું હશે?નાટક અધવચ્ચે આવી અટકી ગયું હતું,કારણ કે હવે હીર વિના તે આગળ ચાલે તેમ નહોતું પણ સોનાલી ક્યાંય દેખાતી નહોતી.પાંચ મિનિટ બાદ અચાનક સફેદ લાઈટ ...Read More

15

એક પંજાબી છોકરી - 15

રાજાએ રાંઝાને ચોર સમજી પકડી લીધો.રાંઝા એ રાજાને બધી સત્ય હકીકત કહી અને તેને પ્રેમની પરીક્ષા આપવા માટે આગ હાથ રાખી દીધો.આ જોઈ રાજાએ હીરના પિતાને આદેશ આપ્યો કે તે હીરના લગ્ન રાંઝા સાથે કરી આપો.રાજાના ડરથી હીરના પિતા માની ગયા પણ તેના કાકા કૈદો એ તેમના લગ્ન રોકવા માટે હીરને જમવામાં ઝેર આપી દીધું તે ખાઈ હીર થોડી વારમાં જ મુત્યુ પામી,આ ખબર રાંઝાને મળી તે દોડતો હીર પાસે પહોંચી ગયો પણ ત્યાં તો ખૂબ મોડું થઈ ગયું હતું ને હીર મુત્યુ પામી.આ દુઃખ રાંઝાથી સહન ન થતાં તેને પણ ઝેરવાળું ભોજન ખાઈ લીધું અને થોડી જ વારમાં ...Read More

16

એક પંજાબી છોકરી - 16

સોનાલી ઢોકળા ખાતા ખાતા તેમના મમ્મીને કહે છે જોયું મમ્મી આ એકદમ ગુજરાત જેવા જ ટેસ્ટી છે. તેમના મમ્મી સોનાલી બંને ગુજરાતમાં રહેતા ત્યારે આ ઢોકળા ખૂબ ખાતા હતા,ત્યાંથી આવ્યા પછી તેમને આજે આ ઢોકળા મન ભરીને ખાધા હતા.હવે બધા લોકોએ મસ્ત મજાનો ગરમ ગરમ નાસ્તો ભરપેટ ખાઈ લીધો હતો અને હવે આજના આ સુંદર નાટકમાં કઈ શાળા વિજેતા રહી તેનું નામ જાહેર થયું.આ નાટકનું આયોજન કરાવનાર જે વ્યક્તિ હતા તે પાંચ રાજ્યના હેડ હતા.તેમને સ્ટેજ ઉપર જઈ માઇકમાં બોલવાનું શરૂ કર્યું.તેઓ કહે છે સૌ પ્રથમ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અહીં આવી આપનો કિંમતી સમય અમને બધાને ...Read More