Ek Punjabi Chhokri - 2 books and stories free download online pdf in Gujarati

એક પંજાબી છોકરી - 2

હવે વીર અને સોનાલી તેમની મજાક,મસ્તી અને અપાર પ્રેમને સાથે રાખી થોડા મોટા થાય છે એટલે કે વીર પાંચ વર્ષનો અને
સોનાલી નવ વર્ષની થાય છે તે સમયે સોનાલીના ઘરની બાજુમાં એક નવા પાડોશી રહેવા માટે આવે છે જે લોકો મૂળ જલંધરના છે અને તે પણ બ્રાહ્મણ પરિવારના હોવાથી આવતાની સાથે જ એકબીજા સાથે હળી મળી જાય છે.તે ઘરમાં એક દસ વર્ષનો છોકરો સોહમ તેના મમ્મી પપ્પા હોય છે.તે લોકો પહેલી વખત
સોનાલીના ઘરે આવે છે.તેમાં સોહમના મમ્મી દેખાવમાં એક નવવધુ જેવા શણગાર સજેલા,હાઇટમાં આશરે છ ફૂટ ઊંચા, એકદમ લાંબા અને કાળા વાળ,આંખો મોટી અને ચમકદાર અને તેમાં અલગ ખુશી, કપાળ ઉપર એકદમ લાલ મીડિયમ સાઈઝનો ચાલ્લો,નાક નાજુક નમણું,હોઠ ઉપર એકદમ લાલ લિપસ્ટિક લગાવેલી હતી અને ચહેરો થોડો લાંબો અને ગોળ,કાનમાં લટકણિયાં વાળી મોટી ભૂલી.આ સિવાય પંજાબી સલવાર કમીઝ,અને દુપટ્ટો આખો વર્ક વાળો હાથમાં બાર-બાર ના ચૂડાવાળી બંગડીઓ અને ગળામાં લાંબુ મંગળસૂત્ર પહેર્યું હતું.

સોહમના પપ્પા એકદમ પહાડી એટલે કે તેના મમ્મીની જેમ હાઈટમાં ઊંચા હતા તેઓ ખૂબ જ સુંદર હતા અને તેમના ચહેરા ઉપર ખૂબ જ તેજ હતું તે કલેકટર હોવાથી તેમની નોકરી હાલ હોશિયાર પુરમાં લાગી હતી.સોહમ પણ એકદમ સુંદર હતો.તેના વાળ ઉપરથી વધારે અને પાછળથી સાવ ટૂંકા એવા હતા.તેની આંખોમાં કુતૂહલતા દેખાતા હતા,તેનું નાક થોડું પહોળું અને ગાલ એકદમ નરમ નરમ હતા.તેના ગાલ જોઈ તેને પ્રેમથી ખેંચવાનું મન થઇ જાય તેવા નરમ નરમ હતા,તેના હોઠ એકદમ ગોલાઇ વાળા હતા અને તેના ચહેરો હંમેશા હસતો હતો.સોહમનો ચહેરો એકદમ તેના પપ્પા જેવો હતો.

તે લોકો સોનાલીના ઘરમાં આવતાની સાથે એકબીજાને ગળે મળે છે આ પંજાબી કલ્ચર છે જ્યાં લોકો અજાણ્યા માણસના ઘરે આવે તો પણ તેને પ્રેમથી વધાવી લે છે અને પોતાનો પ્રેમ એકબીજાને ભેટીને વ્યકત કરે છે."અતિથિ દેવો ભવ" નો ભાવ ત્યાં સાક્ષાત જોવા મળી રહે છે,પછી સોનાલીના મમ્મી અને પપ્પા રસોડામાં જાય છે અને સોનાલીના મમ્મી સ્વચ્છ ગ્લાસમાં પાણી ભરી ટ્રે માં ગોઠવી સોનાલીના પપ્પાને આપે છે બહાર આવી તે બધાને પાણી આપે છે.સોનાલીના મમ્મી રસોડામાં બીજી ટ્રે માં નાસ્તો ગોઠવી ગેસ ઉપર ચા મૂકે છે એકદમ મસ્ત મસાલાવાળી ચા બની જાય છે તે ચા અને નાસ્તો લઈને પાછા સોનાલીના પપ્પા બહાર આવી બધાને આપે છે.

ગુજરાત સિવાય લગભગ બધા રાજ્યોમાં એવો રિવાજ છે કે ઘરમાં જ્યારે કોઈપણ મહેમાન આવે ત્યારે ઘરની સ્ત્રીઓ નાસ્તો અને જમવાનું બધું બનાવી આપે છે અને મહેમાનો સામે આપવા તેના ઘરના પુરુષો જાય છે.

બધા સાથે બેસી ચા નાસ્તો કરતા કરતા વાતો કરે છે અને વીર પોતાની મસ્તી અને શરારતો કરી બધાને ખૂબ હસાવે છે. સોનાલીના પપ્પા સોનાલી અને વીરને કહે છે કે જાઓ તમે બંને સોહમને આપણા બગીચામાં લઈ જઈ ત્યાં રમો.સોનાલી વીર અને સોહમને તેના ઘરના બાગમાં લઈ જાય છે ત્યાં અનેક સુંદર સુંદર ફૂલો,રંગબેરંગી પતંગિયા અને કેરી,જામફળ,શેરડી જેવા અનેક વૃક્ષો અને પાલક,મેથી,ભીંડો,બ્રોકોલી જેવા અનેક શાકભાજી વાવેલાં હતા આ બધું જોઈ સોહમ ખૂબ ખુશ થઈ ગયો.તે સોનાલીને કહે છે,સોનાલી તમારા ઘરમાં તો કેટલા સુંદર સુંદર વૃક્ષો છે,તમારો બાગ ખૂબ જ ગમ્યો મને તો અને બાગમાં એક જુલો પણ હતો જેને ગુજરાતમાં ઘણાં લોકો ખાટ પણ કહે છે.વીર,સોનાલી અને સોહમ તે જૂલા ઉપર બેસી જૂલતા જૂલતા વાતો કરે છે અને વીર સાથે ખૂબ જ મજાક મસ્તી કરે છે.આમ તે ત્રણેય વચ્ચે ગાઢ મિત્રતા થઈ જાય છે.આ બાજુ સોનાલીનો અને સોહમનો પરિવાર પણ ખૂબ સારી રીતે એકબીજા સાથે ભળી જાય છે.

સોનાલીના દાદા દાદી સોહમના મમ્મી પપ્પા ને કહે છે આજ રાત કો તુસી સારે ઈથે હી ખાના ખાન લ્યો.બહુ આગ્રહ અને ખૂબ પ્રેમથી કહેલું હોવાથી સોહમના મમ્મી પપ્પા માની જાય છે સોનાલીના મમ્મી અને સોહમના મમ્મી બંને રસોડામાં જઈ વાતો કરતા કરતા રસોઈ બનાવે છે.તેઓ રાજમા,ભાત,ભીંડાનું શાક અને રોટલી બનાવે છે અને પછી છેલ્લે સ્યુલ એટલે કે આખા રાજગરાને ભૂનીને ત્યાંની બજારમાં રાજગરો મળે છે તેને ઉકળતા દૂધમાં ખાંડ અને પછી રાજગરો નાખી તેમાં કાજુ, બદામ ઉમેરી ખીર જેવું બનાવી આપવામાં આવે છે.આ પંજાબની વાનગી છે જેને ત્યાંના લોકો ખૂબ પ્રેમથી ખાય છે.


હવે જોઈ આગળના ભાગમાં શું થાય છે તે....