અપરાજિતા સાયબર સુરક્ષા

(5)
  • 12
  • 0
  • 3.6k

"સાયબર ક્રાઈમ” આજના ટેક્નોલોજીના યુગમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આથી નાગરિકોએ સાયબર ગુનાઓથી બચવા કેવા પ્રકારની તકેદારી રાખવી અને આવા ગુનાનો ભોગ ન બને તે અંગે આ વાર્તા સ્વરૂપ માં માહિતી આપવા આ રજુ કરું છું. આ પુસ્તિકા દ્વારા રોજબરોજ બનતા સામાન્યથી લઈને મોટા સાયબર ક્રાઇમની રજૂઆત કરવામાં આવેલ છે, આથી તમામ નાગરિકો તેને સરળ રીતે સમજી શકે.અને ભવિષ્ય માં એવા સાઇબર ક્રાઇમ નાં ભોગ બનતા અટકી શકે અને બીજા ને અટકાવી શકે અને આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. ટેક્નોલોજીના દુરુપયોગના લીધે નાગરિકોને સામાજિક અને આર્થિક નુકસાન ન થાય તથા નાગરિકો પોતે સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટેનું શ્રેષ્ઠ આચરણ કરે તે માટે ખૂબ જ ઉપયોગી થશે.

1

અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1

"સાયબર ક્રાઈમ” આજના ટેક્નોલોજીના યુગમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આથી નાગરિકોએ સાયબર ગુનાઓથી બચવા કેવા પ્રકારની તકેદારી અને આવા ગુનાનો ભોગ ન બને તે અંગે આ વાર્તા સ્વરૂપ માં માહિતી આપવા આ રજુ કરું છું. આ પુસ્તિકા દ્વારા રોજબરોજ બનતા સામાન્યથી લઈને મોટા સાયબર ક્રાઇમની રજૂઆત કરવામાં આવેલ છે, આથી તમામ નાગરિકો તેને સરળ રીતે સમજી શકે.અને ભવિષ્ય માં એવા સાઇબર ક્રાઇમ નાં ભોગ બનતા અટકી શકે અને બીજા ને અટકાવી શકે અને આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. ટેક્નોલોજીના દુરુપયોગના લીધે નાગરિકોને સામાજિક અને આર્થિક નુકસાન ન થાય તથા નાગરિકો પોતે સાયબર ...Read More

2

અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 2

​અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષના રમેશભાઈ એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજર હતા. નિવૃત્તિ નજીક હોવાથી તેઓ પોતાની જિંદગીભરની કમાણી પીએફ (PF) ના પૈસાને ક્યાંક સારી જગ્યાએ રોકાણ કરવા ઈચ્છતા હતા જેથી તેમનું નિવૃત્ત જીવન સુખરૂપ વીતે.​એક રવિવારે સવારે ફેસબુક સ્ક્રોલ કરતી વખતે રમેશભાઈની નજર એક આકર્ષક જાહેરાત પર પડી—"શેર માર્કેટમાં રોકાણ કરો અને દર મહિને ૨૦% થી ૩૦% સુધીનું ફિક્સ વળતર મેળવો. કોઈ જોખમ નહીં!"​નીચે એક વોટ્સએપ ગ્રુપની લિંક હતી. રમેશભાઈએ ઉત્સુકતામાં આવીને લિંક પર ક્લિક કર્યું અને તેઓ એક ગ્રુપમાં જોડાઈ ગયા. ગ્રુપનું નામ હતું ‘રોયલ ઇન્વેસ્ટમેન્ટ ક્લબ’.​જાળની શરૂઆત​ગ્રુપમાં રોજ અલગ-અલગ લોકો પોતાના નફાના સ્ક્રીનશોટ મૂકતા હતા. કોઈ ...Read More