સમય શું છે ?

(51)
  • 13.8k
  • 8
  • 4.1k

“સમય” શું છે? (ભાગ – ૧) “સમય” એટલે શું? વર્ષોથી આ સનાતન પ્રશ્ન ભૌતિકવિજ્ઞાનીઓને મુંઝવતો આવ્યો છે. કારણ નક્કર છે. સમય આપણા રોજીંદા અનુભવોને આધારે આપણને સનાતન જણાય છે. સમય જતો જાય છે, જીંદગી ઓછી થતી જાય છે. આખરે એક દિવસ જીંદગી પુરી થઇ જાય છે. આપણે કહીએ છીએ કે આપણો સમય પુરો થઇ ગયો. પણ ખરેખરમાં આ જે પુરૂં થયું એ શું હતું? આ જે સતત વહેતું જ રહે છે, સતત ચાલતું-દોડતું રહે છે એ શું છે? જનરલ રિલેટિવિટિ અને ક્વોન્ટમ ફિઝીક્સ આ બે સૌથી સફળ થિયરીઓ દ્વારા આપણે બ્રહ્માંડને સમઝવાની રેસમાં ઘણા આગળ વધ્યા છીએ. જનરલ રિલેટિવિટિમાં

Full Novel

1

“સમય” શું છે? (ભાગ-૧)

“સમય” શું છે? (ભાગ – ૧) “સમય” એટલે શું? વર્ષોથી આ પ્રશ્ન ભૌતિકવિજ્ઞાનીઓને મુંઝવતો આવ્યો છે. કારણ નક્કર છે. સમય આપણા રોજીંદા અનુભવોને આધારે આપણને સનાતન જણાય છે. સમય જતો જાય છે, જીંદગી ઓછી થતી જાય છે. આખરે એક દિવસ જીંદગી પુરી થઇ જાય છે. આપણે કહીએ છીએ કે આપણો સમય પુરો થઇ ગયો. પણ ખરેખરમાં આ જે પુરૂં થયું એ શું હતું? આ જે સતત વહેતું જ રહે છે, સતત ચાલતું-દોડતું રહે છે એ શું છે? જનરલ રિલેટિવિટિ અને ક્વોન્ટમ ફિઝીક્સ આ બે સૌથી સફળ થિયરીઓ દ્વારા આપણે બ્રહ્માંડને સમઝવાની રેસમાં ઘણા આગળ વધ્યા છીએ. જનરલ રિલેટિવિટિમાં ...Read More

2

“સમય” શું છે? (ભાગ-૨)

“સમય” શું છે? (ભાગ-૨) Block Universe જેવા ખ્યાલો વડે એક સાયકોલોજીકલ ભ્રમ હોવાનો દિશાનિર્દેશ તો મળ્યો પણ સમય વાસ્તવિક નથી એ સ્વીકારવા ઘણા સંશોધકોનું મન માનતું ન હતું. સમયની વાત કરતા હોઇએ એટલે “એન્ટ્રોપી” ની વાત એની સાથે જોડાયેલી હોવાની જ.. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા, disorder. થર્મોડાઇનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એમ કહે છે કે બ્રહ્માંડની એન્ટ્રોપી હંમેશા વધે છે. સમય સાથે એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાએ વધવું જ રહ્યું. અવ્યવસ્થા પાછી વ્યવસ્થિત થઇને ગોઠવાઇ જાય એ શક્ય નથી. થર્મોડાઇનેમિક્સનો આ બીજો નિયમ આપણને ભૂતકાળમાં ટાઇમ ટ્રાવેલ કરતાં અને ભૂતકાળમાં દખલઅંદાજી કરતા અટકાવે છે. સ્થૂળ જગતમાં આપણે સમયની ...Read More

3

સમય શું છે? (ભાગ-૩)

‘સમય’ શું છે? (ભાગ-૩) સ્ટીફન હોકિંગના પેલા ત્રણ એરો ટાઇમમાંથી જે કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બાકી વધ્યો હતો એની ચર્ચા આ વખતે કરીએ. કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બ્રાયન ગ્રીનના એવરગ્રીન પુસ્તક ‘ફેબ્રીક ઓફ ધ કોસ્મોસ’ માં અત્યંત સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એટલે એ પૂરતું બ્રાયન ગ્રીનના વર્ણનોનો જ સંદર્ભ પકડીને આપણે આગળ ચાલીએ. કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બ્રહ્માંડના ઉદભવ અને તેના વિકાસની દિશા સાથે સંકળાયેલો છે. એટલે સ્વાભાવિક રીતે જ કોસ્મોલોજીકલી સમય એક જ દિશામાં વહેશે. એ દિશા એટલે આગળની દિશા અર્થાત ફોરવર્ડ દિશા. બિગ-બેંગ થયો, બ્રહ્માંડની શરૂઆત થઇ, બ્રહ્માંડનું કદ વધતાં અત્યંત ઉંચા તાપમાને ખદબદતી ...Read More

4

‘સમય’ શું છે? (ભાગ-૪)

સંમિતિ (symmetry) અથવા તો સંતુલન એ બ્રહ્માંડનો આવશ્યક ગુણધર્મ છે. બ્રહ્માંડની દરેકેદરેક ભૌતિક રાશિના ગુણધર્મો (એક પરિમાણના કિસ્સામાં) સંખ્યારેખા શૂન્યથી લઇને ધન તરફ કે શૂન્યથી બીજી બાજુ ઋણ તરફ એકસરખા હોય છે. શૂન્યથી બંને તરફ સંતુલન હોવું એ સંમિતિ છે. એક, બે અને ત્રણ પરિમાણમાં પણ સંમિતિનો ગુણધર્મ એકસરખો રહે છે. ભૌતિક વિજ્ઞાનની કોઇપણ ભૌતિક રાશિ નદીના પ્રવાહની જેમ કોઇ ચોક્કસ દિશામાં વહેતી નથી. ભૌતિક રાશિનું કોઇ ચોક્કસ દિશામાં વહેણ ન હોવું અને એ રાશિનું બધી દિશામાં સમાન હોવું સંમિતિ છે. તાપમાન, વિદ્યુતપ્રવાહ, બળ, દળ, ક્ષેત્રફળ વગેરે કોઇપણ રાશી લઇએ, એ બધી સંમિતિય હશે. વધુ સ્પષ્ટતા ખાતર અવકાશ જેવી બ્રહ્માંડની મૂળભૂત ભૌતિક રાશિનું ઉદાહરણ લઇએ. ...Read More