“મારા ખ્યાલ પ્રમાણે તારે હવે કહી દેવું જોઈએ...” પ્રણયએ કોલ્ડડ્રિંકના ઘૂંટ વડે ગળાને ઠંડુ કર્યુ, “અને આમેય, તું ક્યાં સુધી આવી રીતે એને છૂપી રીતે ચાહયા કરીશ...? ક્યાં સુધી તું એને છૂપી રીતે જોયા કરીશ..? ક્યાં સુધી તું ખુદને એમ કહ્યા કરીશ કે કિનાર તારી જ છે..? ક્યાં સુધી...?” પ્રણયની આંખોમાં પ્રશ્નાર્થ ભાવ વર્તાઇ રહ્યો હતો. “પ્રણય સાચું કહે છે...” મનાલીએ પ્રણયની વાતને ટેકો આપ્યો, “આવી બાબતોમાં સમય ન વેડફાય. સમય વહી જાય ને ક્યાક વળી...” પ્રણયની આંખના ઇશારે મનાલી વાક્ય અધૂરું જ રહેવા દીધું. “હં...” એણે હુંકારો ભણ્યો. ને ત્યારબાદ કેન્ટીનના ટેબલ પર કોણી ટેકવી, કશા ઊંડા વિચારમાં ડૂબી

Full Novel

1

એંજલ ! - 1

“મારા ખ્યાલ પ્રમાણે તારે હવે કહી દેવું જોઈએ...” પ્રણયએ કોલ્ડડ્રિંકના ઘૂંટ વડે ગળાને ઠંડુ કર્યુ, “અને આમેય, તું ક્યાં આવી રીતે એને છૂપી રીતે ચાહયા કરીશ...? ક્યાં સુધી તું એને છૂપી રીતે જોયા કરીશ..? ક્યાં સુધી તું ખુદને એમ કહ્યા કરીશ કે કિનાર તારી જ છે..? ક્યાં સુધી...?” પ્રણયની આંખોમાં પ્રશ્નાર્થ ભાવ વર્તાઇ રહ્યો હતો. “પ્રણય સાચું કહે છે...” મનાલીએ પ્રણયની વાતને ટેકો આપ્યો, “આવી બાબતોમાં સમય ન વેડફાય. સમય વહી જાય ને ક્યાક વળી...” પ્રણયની આંખના ઇશારે મનાલી વાક્ય અધૂરું જ રહેવા દીધું. “હં...” એણે હુંકારો ભણ્યો. ને ત્યારબાદ કેન્ટીનના ટેબલ પર કોણી ટેકવી, કશા ઊંડા વિચારમાં ડૂબી ...Read More

2

એંજલ ! - 2

કોલેજનો એ છેલ્લો દિવસ હતો. ડી. એમ. કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં આ વર્ષના થર્ડ યર સ્ટુડન્ટ્સ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન આવ્યું હતું. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણેય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પોતપોતાના મિત્રો સાથે ડી.જે.ના તાલ સાથે મન મૂકીને ઝૂમી રહ્યા હતા. અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ને કારણે સ્પીકરોમાંથી નીકળતો અવાજ દરેકના પગને થીરકવા મજબૂર કરી રહ્યો હતો.‘આ ક્ષણ જિંદગીની છેલ્લી ક્ષણ છે’ એમ માની યુવાહૈયાઓ એને જીવી લેવાના મૂડમાં હતા. તો વળી કેટલાક હાથમાં શરબતના ગ્લાસ લઈ ઘોંઘાટથી થોડે દૂર, શાંત વાતાવરણમાં અલક મલકની વાતોમાં વ્યસ્ત હતા. શશાંક હાથમાં શરબતનો ગ્લાસ પકડી, એના ક્લાસના મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત હોવાનો ડોળ કરી ...Read More

3

એંજલ ! - 3

હાથમાં રહેલો સ્માર્ટફોન કાચની ટીપોય પર મૂકી, એ સોફા પર ગોઠવાઇ. ઘર સાવ ખાલી હતું. આખો દિવસ એણે હોસ્પીટલમાં પાસે બેસીને ગાળ્યો હતો. ડોક્ટરના કહ્યા પ્રમાણે પપ્પાની તબિયત ‘રિકવર’ થતાં હજુ ત્રણ-ચાર દિવસ લાગશે. પગ સોફા પર લઈ, એ આડી પડી. માનસિક થાકથી એનું દિમાગ સખત થાક્યું હતું. એટલે આડી પડતાંની સાથે જ આંખો બંધ થઈ ગઈ. સહેજ અમથા એવા માથાના દુ:ખાવાની શરૂઆત થઈ હતી.બંધ આંખે છવાયેલ અંધારભર્યા માનસપટ પર અતીતની ઘટનાઓ ફરી ફરીને ભજવાઈ રહી હતી. એક નામ પર એનું મન સ્થિર થયું. એન્જલ..! હા, એ જ કહ્યું’તું ને...? કોણ હશે એ જે મને - ડેડીને, બધાને ઓળખતો ...Read More

4

એંજલ ! - 4

મનાલીની આંખમાં નવાઈ અને હરખ બંને હતા. ‘પણ શશાંક..? મળવા માટે એ ‘હા’ કહેશે ??’ બીજી જ ક્ષણે ઉઠેલો પ્રશ્ન એનો બધો હરખ હવામાં ઓગાળતો ગયો. શશાંકને મળવા માટે સંમત કરવો – એ હવે સૌથી કપરું કામ હતું. એનું દિમાગ વિચારોમાં ડૂબેલું હતું. “મળાવીશ ને ??” કિનારે અધીરાઈથી પુછ્યું. મનાલીના હોઠ કાંઈકેટલું કહેવા આતુર થઈ રહ્યા હતા પણ અસમંજસમાં એમ ને એમ ભીડાયેલા રહ્યાં. શશાંક એને મળવા રાજી નહિ થાય એ વાત અત્યારે કહેવી યોગ્ય હતી કે કેમ એ મૂંઝવણમાં પોતે સરકતી જતી હતી. “નેક્સ્ટ ફ્રાઈડે. મુરલીધર પાર્ટી પ્લોટ. સાંજે શાર્પ 7 વાગ્યે. પ્રણયને પણ સાથે લઈ આવજે. તમે ...Read More